Gujarat

પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ૧૮૧ની ટીમે બાળ લગ્ન અટકાવ્યા

પાલનપુર
પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૮૧ અભયમ ટીમે સ્થાનિક પોલીસ સાથે રાખી બાળ લગ્ન અટકાવ્યા હતા. બનાસકાંઠા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી મનીષભાઈ જાેષીને ટેલિફોનિક જાણ કરી મહિલા પોલીસ શિલ્પાબેન પરિવારના ઘરે ગયા હતા. જ્યાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, બંને દીકરીઓની ઉંમર ૧૫ અને ૧૭ હતી. તેમના લગ્ન થોડાક સમય અગાઉ જ લેવાના હતા. કંકોત્રીઓ પણ છપાવી દેવામાં આવી હતી. જેમને આ બાળ લગ્ન ન કરવા સમજાવતાં બન્ને દીકરીઓના માતા-પિતા સહમત થયા હતા. જેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને તે અંતર્ગત સજાની જાેગવાઈઓની પણ માહિતી આપવામાં આવી હતી. પાલનપુર તાલુકાના સૂંઢા ગામે ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલો કરી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે પછી ૧૮૧ અભયમ ટીમ સ્થાનિક ગઢ પોલીસને સાથે રાખી બાળ લગ્ન અટકાવવાની કાર્યવાહી કરવા ગઈ હતી.બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૮૧ અભયમ ટીમે સ્થાનિક પોલીસ સાથે રાખી બાળ લગ્ન અટકાવ્યા હતા. પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે દીકરીઓના ઉંમર ૧૫ અને ૧૭ વર્ષની હતી. જેમની કંકોત્રી પણ છપાઈ હતી. જે બંને દીકરીઓના માતા-પિતાને બાળ લગ્ન કરવા સમજાવવા આવ્યા હતા.

181-Abhayam-team-stopped-Rakhi-child-marriage-with-local-police.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *