Gujarat

પાલનપુરમાં ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા બેના મોત

બનાસકાંઠા
પાલનપુરના ગઠામણ પાટિયા પાસે જે અકસ્માતની ઘટના બની છે તેમાં માતા-પુત્રના મોત નિપજ્યા છે. પુત્રને સ્કૂલેથી તેડી માતા એક્ટિવા પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા. આ સમયે ગઠામણ પાટિયા પર પાછળથી આવેલા કાળમુખા ટેન્કરે ટક્કર મારતા માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. પાલનપુરના ગઠામણ પાટિયા પાસે સર્જાયેલી અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. એક્ટિવા સવાર માતા-પુત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવી રહેલા ટેન્કર ચાલકે બેદરકારીભર્યું ડ્રાઈવીંગ કરી એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે માતા-પુત્ર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ઘટનાસ્થળ પર દોડી આવેલા પરિવારજનો આક્રંદ કરતા જાેવા મળ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ પાટિયા પાસે આજે જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. પુત્રને સ્કૂલેથી લઈ માતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રકચાલકે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. હચમચાવી નાખતા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *