Gujarat

પાલનપુરમાં ત્રીજા માળેથી એક યુવક નીચે પટકાતા મોત નીપજ્યું

બનાસકાંઠા
પાલનપુરમાં હાઇવે વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષના ત્રીજા માળે રેલીંગ પર પાટણના બે મિત્રો બેઠા હતા. બંને મિત્રો પોતાની વાતોમાં મશગુલ હતા, ત્યારે અચાનક એક મિત્રનો પગ લપસી તે નીચે પટકાયો હતો. જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બચાવવા જતા બીજા મિત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસને જાણ થતાં પાલનપુર શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને લઈ વધું તપાસ હાથ ધરી છે.પાલનપુરમાંથી એક ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં એક કોમ્પલેક્ષના ત્રીજા માળે દિવાલ પર બેઠેલા બે મિત્રોમાંથી એકનો પગ લપસી જતા નીચે પટકાયો હતો. જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેને બચાવવા તેના મિત્રએ તમામ પ્રયત્નો કર્યા હતા, જાેકે, તે નિષ્ફળ રહ્યો હતો. જેને પણ ઇજાઓ પહોંચતા સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *