પાલનપુર
બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડીમાંથી ૨ લાખ ૭૧ હજારનો દારૂ ઝડપી પાડયો છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, એક શિફ્ટ ગાડી દારૂ ભરીને રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવનાર છે. જે આધારે એલસીબી પોલીસે ચેકિંગ દરમિયાન (જીજે-૦૧-આરવાય-૩૦૦૧)માંથી ૧૬૨૪ દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત ૨ લાખ ૭૧ હજાર ૪૦ રૂપિયાનો દારૂ સહીત કુલ ૫ લાખ ૮૧ હજાર ૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. પોલીસે ગાડીમાંથી ૧૬૨૪ દારૂની બોટલ ઝડપી પાડી બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.