Gujarat

પાલનપુર હાઈવે પર અકસ્માત બાદ ટ્રાફિક નિયંત્રણ દરમ્યાન બીજાે અકસ્માત થયો

પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જાેવા મળી રહ્યો છે. એક સિમેન્ટ ભરેલા ટ્રેલર અને બટાકા ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સર્જાતા જ ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા બટાકા રોડ વચ્ચે પથરાયા હતા. જેના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ એલ એન્ડ ટી અને પોલીસને થતા એલ એન્ડ ટી તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જાેકે, નેશનલ હાઈવે હોવાના કારણે ટ્રાફિકમાં સાત કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. જેના લીધે વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રેલરને પાછળથી કન્ટેનર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વક્તિને પગના ભાગમાં ઈજાઓ પહોચી હતી.પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર બાલારામ બ્રિજ પર એક ટ્રેલર અને બટાકા ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા બટાકાની બોરીઓ અકસ્માતના કારણે રોડ ઉપર પથરાઈ હતી. નેશનલ હાઇવેના કારણે ટ્રાફિક જામ થતાં ટ્રાફિક નિયંત્રણ કરતાં સાત કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન એજ સ્થળે એક બીજાે અકસ્માત સર્જાયો હતો.

The-first-accident-happened-while-controlling-the-traffic-while-the-second-accident-happened.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *