છાપી
પાલીતાણામાં વિમલગચ્છના ગચ્છાધિપતિભાઈ મહારાજના નામથી જાણીતા પ્રદ્યુમ્ન વિમલ સુરીશ્વરજી ઉર્ફૈ ભાઈ મહારાજ સાહેબના નામનું બે સાથી મ.સા. દ્વારા ફેસબુક ઉપર ફેક આઈ.ડી.બનાવી અશ્લીલ ફોટો અપલોડ કરી બદનામ કરવાનો હીન પ્રયાસ કરવાની ઘટના સામે આવતાં જૈન ધર્મ સહિત ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. મગરવાડા મંદિરના ગાદીપતિ વિજયસોમજી મ.સા.એ ફેક આઈડી બનાવનાર સાધ્વી નિધિપૂર્ણાશ્રીજી, પ્રીતેશ વિમલજી આચાર્ય તેમજ ગાડીના ચાલક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ છાપી પોલીસે સમગ્ર બનાવની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી સાધ્વી અને સાધુની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાલીતાણામાં વિમલગચ્છના ગચ્છાધિપતિભાઈ મહારાજના નામથી જાણીતા પ્રદ્યુમ્ન વિમલ સુરીશ્વરજી ઉર્ફૈ ભાઈ મહારાજ સાહેબના નામનું બે સાથી મ.સા. દ્રારા ફેસબુક ઉપર ફેક આઈ.ડી.બનાવી અશ્લીલ ફોટો અપલોડ કરી બદનામ કરવાનો હીન પ્રયાસની ઘટનામાં પોલીસે સાધ્વી નિધિપૂર્ણાશ્રીજી, પ્રીતેશ વિમલજી આચાર્ય (બન્ને રહે. પાર્શ્વનાથ ધર્મશાળા પાલિતણા) ની અટકાયત કરી હતી. જે બન્નેને વડગામ કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં ન્યાયાધીશે જામીન ઉપર મુક્ત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાલીતાણાના સાધ્વી, સાધુએ ફેક આઈડી ઉપર અશ્લીલ ફોટા અપલોડ કરવા સાથે એક ઓડીઓ પણ સામે આવ્યો છે. જેમાં વિહાર દરમિયાન ભાઈ મહારાજ સાહેબને અકસ્માત કરી જાનથી મારી નાખવાની કથિત સંવાદ થતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. વિમલ ગચ્છના ગચ્છાધિપતિ પ્રદ્યુમ્ન વિમલ સુરીશ્વરજી ભાઈ મહારાજ સાહેબને ગચ્છાધિપતિના પદેથી હટાવવા માટે સમગ્ર ષડયંત્ર રચ્યું છે. જેમાં તેમનું ખોટુ ફેસબુક આઇડી બનાવ્યું છે. તેમજ અકસ્માત કરી મારી નાંખવાની સાઝિશ પણ થઇ છે. જેથી સાઝિશ રચનારા લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાલીતાણા વિમલ ગચ્છાધિપતિ મહારાજ સાહેબ ભાઈ મહારાજ વર્તમાન સમયે વિહાર કરી રહ્યા છે જેઓ ધાનેરા તાલુકાના ખીમત જવાના હોવાનું વિજય સોમજી મહારાજ સાહેબે જણાવ્યું હતું.


