હાલોલ
કરોડો લોકોના આસ્થા નું પ્રતિક પાવાગઢ મંદિર જે ડુંગર પર બિરાજમાન આદ્યશક્તિ મહાકાળી માતાજી ના મંદિરનું વૈભવી નિર્માણની કામગીરી પૂર્ણતા ના આરે છે. પાવાગઢ મંદિર ખાતે હજારો વર્ષ જુની અનેક ભગવાનની મુર્તિઓના દર્શન કરવા અનેક ભક્તો પાવાગઢ માતાજીના દર્શન સાથે કરે છે. પરંતુ પાવાગઢ મંદિરના નિર્માણ બાદ પાવાગઢ મંદિરમાં શ્રદ્ધાળુઓને હજારો વર્ષ જૂની પૌરાણિક મૂર્તિઓ જાેવા મળી ન હતી. જેને લઈને શ્રદ્ધાળુઓ દ્વારા પંચમહાલના જિલ્લા કલેક્ટર તથા પાવાગઢ ટ્રસ્ટને ઈ-મેલથી રજૂઆત કરવામાં આવી હતી. સરપંચ પરિષદ-ગુજરાત નામની સંસ્થા દ્વારા કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં અમે માતાજીના દર્શનાર્થે પાવાગઢ ગયા હતા. જે દરમિયાન અમે નોંધ્યું કે પાવાગઢમાં વિવિધ જગ્યા પર ૬ થી વધુ અતિ પૌરાણિક મૂર્તિઓ તેમના સ્થાને જાેવા મળી ન હતી. નોંધનિય છે કે આ મૂર્તિઓ અતિ પૌરાણિક અને હજારો વર્ષ જૂની હોવાથી આર્કયોલોજિકલ મહત્વ ધરાવતી હતી. જે પોતાના સ્થાન પર ન મળતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે.હાલ મંદિરના રીનોવેશનની કામગીરી ચાલતી હોવાથી જુની પૈરાણીક મુર્તિઓ ખંડિત અને જુની થઇ હોવાનું મંદિરના ટ્રસ્ટના ધ્યાને આવતાં ટ્રસ્ટીઓએ આવી મુર્તિઓને બદલે તેની જગ્યાએ નવીન મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પુજા વિધી કરીને સ્થાપીત કરી છે. જયારે ખંડિત મુર્તીઓને નદીમાં ધાર્મિક વિધી કરીને વિસર્જન કરી દેવામાં આવી હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે. પાવાગઢ મંદિર ખાતે પુરાણી મૂર્તિઓ ન દેખાતા ખસેડવા બાબતે એક યાત્રાળુઓએ જિલ્લા કલેક્ટરને ઇ મેલ કરી જાણ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. જે અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે કે નવીન મંદિરના નિર્માણ બાદ અગાઉની જૂની મૂર્તિઓને ઉતારી ધાર્મિક વીધી બાદ ખંડિત અને જૂની મૂર્તિઓને નદીમાં પધરાવી દેવાની વિધિ કરાઈ છે. અને તેમની જગ્યાએ નવીન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા વિધિ કરાઈ છે.