Gujarat

પાવીજેતપુરમાં વયો વૃદ્ધ  ૯૯ વર્ષના પરાગ  કાકાએ મતદાન કરી યુવાનોને મતદાન માટે કરેલી હાંકલ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વિધાનસભા મતવિસ્તાર માટે યોજાયેલા ચૂંટણીના મતદાન દરમિયાન પાવીજેતપુર ખાતે ૯૯ વર્ષના વયોવૃદ્ધ પરાગ કાકાએ મતદાન કરી વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના બીજા તબકકાના મતદાન દરમિયાન યોજાયેલ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોના મતદાન દરમિયાન પાવીજેતપુર ૩૩૧ નંબરના બુથ પર બપોરે પરાગજીભાઇ નાથાભાઇ રોહિત કે જેમની ઉંમર ૯૯ વર્ષની છે તેઓ પોતાના પૌત્રો સાથે ગાડીમાં બેસી મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ગાડીમાંથી ઉતરી તેઓ વોકર અને તેમના પૌત્રોના સહારે મતદાનમથક સુધી પહોંચી તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન કર્યા બાદ પરાગજીભાઇ નાથાભાઇ રોહીતે મતાધિકારનો ઉપયોગ કરી નિકળ્યા બાદ તેઓએ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
—–૦—–
છોટાઉદેપુર જિલ્લામાં વ્હીલચેરના સહારે દિવ્યાંગ મતદારોએ કર્યું મતદાન
છોટાઉદેપુર: તા. ૦૫:
છોટાઉદેપુર જીલ્લામાં બીજા તબકકાની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબકકાના મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં દિવ્યાંગ મતદારોમાં પણ લોકશાહીના મહાપર્વને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક ખાતે વ્હીલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં લોકશાહીના મહાપર્વમાં દિવ્યાંગ મતદારોએ પણ ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કરી મતાધિકારની પોતાની ફરજ નિભાવી હતી. દિવ્યાંગ મતદારો પણ વહીલચેર અને સહાયકના સહારે મતદાન મથક પર જઇ મતદાન કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *