મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના પિઠાઈ માં સૈયદ અલી મીરા દાતાર ર.અ ના ચિલ્લા મુબારક પર સંદલ શરીફ પેશ કરવામાં આવ્યો ત્યારબાદ નિયાઝ નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો.ચિલ્લા મુબારક પર ખાસ ઉપસ્થિત રહેલા મહેમાન ખાદિમ ઓફ મીરા દાતાર એડવોકેટ સૈયદ સોયેબ અલી સુજાઉદીન રબ્બાની એ દુઆએ ખાસ કરી હતી.
આ પ્રસંગે કઠલાલ, મહુધા, નડિયાદ, કપડવંજ વગેરે થી દાતાર બાપુ ના અકીદત મંદો અને મુરીદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફૂલો ની ચાદર અને સંદલ પેશ કરી કોમી એકતા અને ભાઈચારા અંગે દુઆઓ માંગવા માં આવી હતી.