Gujarat

પીએમે ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું ઃ મુખ્યમંત્રી

ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જાેડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટવર્ક, સૌની યોજના જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં હવે ખેડૂત ત્રણેય સિઝનમાં પાક લેતો થયો છે. આ બધાની સફળતાના પાયામાં પ્રધાનમંત્રીનું દ્રષ્ટિવંત જળ વ્યવસ્થાપન રહેલું છે. તેમણે જણાવ્યું હતું કે આ સુજલામ સુફલામ અભિયાનને પરિણામે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને માત્ર માનવી જ નહિ પશુ પંખી સૌને પૂરતું પાણી મળતું થશે. આપણે પાણી બચાવી, વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ. રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જ્વલંત સફળતાને વર્યા છે. વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૧ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૫૬૬૯૮ કામો થયા છે. ૨૧ હજાર ૪૦૨ તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા ૧૨૦૪ નવા ચેકડેમના કામો અને ૫૦ હજાર ૩૫૩ કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. ચાર વર્ષમાં આ કામોના પરિણામે કુલ ૬૧ હજાર ૭૮૧ લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ ઉપરાંત ૧૫૬.૯૩ લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જાેડાય તેવું પ્રેરક આહ્વાન કર્યું હતું. આ અભિયાનના પ્રારંભ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ઉપ મેયર પ્રેમલસિંહ ગોલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ,મુખ્ય સચિવ પંકજ કુમાર, તેમજ શહેર અને જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, જળ સંપત્તિ સચિવ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના કોલવડા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્ય વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન અન્વયે તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઈ કરી પુનઃ જીવીત કરવાના કામો, ચેકડેમ રીપેરીંગ તેમજ નવા ચેકડેમ જેવા જળસંચયના કામો કરવામાં આવે છે. આ વર્ષે આવા કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં ૧૫ હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

Chief-Minister-Bhupendra-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *