પીજીવીસીએલના વીજ પોલ કે નેટવર્ક પર કેબર ઓપરેટરો દ્રારા ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ જૂનાગઢ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
કેબલ ઓપરેટરો દ્વારા ટીવી કેબલનું નેટવર્ક પીજીવીસીએલના ઇલેકટ્રીક નેટવર્ક (થાંભલા) પર કોઇ પણ પ્રકારની મંજૂરી વગર પ્રસ્થાપિત કરી ઉપયોગ કરવામાં આવે છે. જેથી વીજ અકસ્માત થતા/સંભાવના થવાની શકયતા રહે છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જૂનાગઢ જિલ્લા એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તળે મને મળેલ સતાની રૂઇએ જૂનાગઢ જિલ્લામાં કોઇ પણ ટીવી કેબલ ઓપરેટરોએ પીજીવીસીએલના ઇલેકટ્રીક નેટવર્ક પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરવા નહી તેમજ પીજીવીસીએલ દ્વારા દુર કરાયેલ ટીવી કેબલ પીજીવીસીએલના નેટવર્ક પર પુન:સ્થાપિત કરવા નહીં. આ હુકમ તા.૨૦/૧૧/૨૦૨૨ થી દિવસ-૬૦ સુધિ અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
