Gujarat

પીઠાઇ પે.સેન્ટર શાળામાં બાળકોને બુટ,ચંપલ તેમજ કંપાસબોક્સ નું વિતરણ કરાયું.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના પીઠાઇ પે.સેન્ટર શાળામાં વિધાર્થીઓને બુટ,ચંપલ તેમજ કંપાસબોક્સ નું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય ચિરાગ પટેલ દ્વારા પ્રાસંગીક ઉદ્યબોધન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર ના ‘શ્રી રંગ’ ગ્રૂપ ના નામાંકિત બિલ્ડર અને દાતા નિમિતભાઈ પ્રમુખભાઈ પટેલ,બિનલબેન નિમિતભાઈ પટેલ,વીરેન અશ્વિનભાઈ પટેલ,પ્રાચીબેન વીરલભાઈ પટેલ,આલાપ કુમાર શૈલેશભાઈ પટેલ,ખ્યાતિબેન આલાપ કુમાર પટેલ,ધીરેનભાઈ પ્રવીણભાઈ પટેલ,તમામ ઉપસ્થિત રહીને બાળકોને બુટ,ચંપલ તેમજ કંપાસબોક્સ નું વિતરણ કર્યું હતું.લેન્વીન અને ગ્લેડિયસ કંપની ના માલિક સમીર.એન.પટેલ દ્વારા સેનીટાઇજર તેમજ ચોપડાનું વિતરણ કરાયું હતું.શાળાના તમામ સ્ટાફ મિત્રો દ્વારા ઉપસ્થિત દાતા અને મહેમાનો નું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાળી સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળા ના આચાર્ય ચિરાગ વી.પટેલે શાળા પરિવાર ,એસ.એમ.સી.પિઠાઇ તેમજ શાળા ના બાળકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20220716-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *