Gujarat

પી.આઇ.ટી.NDPS એક્ટ ૧૯૮૮ ( The Prevention of illclt Traffic In Narcotic Drugs and Psychotroplc Substances Act-1988 ) મુજબ એક ઈસમની અટકાયત કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ શહેર, ખાતે જેલ હવાલે કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.*

ગુજરાત રાજ્યનાં પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, અને વેચાણ કરતા અટકાવવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા-મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ હોય, જે અનુસંધાને શ્રી અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર દ્વારા જરૂરી સુચનાંઓ આપેલ, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, સાહેબ નાઓનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા અને કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા તથા NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ પી.આઇ.ટી. NDPS એક્ટ ૧૯૮૮ (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) મુજબની PIT દરખાસ્ત તૈયાર કરવા આવેલ.
જે અનુસંધાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા, દ્વારા NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ PIT, NDPS એક્ટ ૧૯૮૮ મુજબનાં જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી દરખાસ્ત તૈયાર કરી, સી.આઇ.ડી.ક્રાઈમ, અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાંઓ તરફ મોકલતા આ આરોપીની PIT NDPS દરખાસ્ત મંજુર થતા આરોપીને ત્તાત્કાલીક પકડી પાડી વોરંટની બજવણી કરી, જરૂરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ અમદાવાદ શહેર ખાતે જેલ હવાલે કરવામાં આવેલ છે.
*PIT NDPS અન્વયે અટકાયત કરેલ ઈસમ*
ફારૂકભાઇ વલીભાઇ માંડલીયા ઉ.વ.૪૫, ધંધો.મજુરી, રહેવાસી ગામ-અમરેલી, બહારપરા, ધાનાણી શેરી, જી.અમરેલી
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા, તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા PIT NDPS, અધિનિયમ ૧૯૮૮ હેઠળ આરોપીને તાત્કાલીક પકડી પાડી વોરંટની બજવણી કરી, જરૂરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ અમદાવાદ શહેર ખાતે જેલ હવાલે કરવામાં સફળતા મળેલ
રીપોટોર ભાવેશવાઘેલા અમરેલી

919824904748_status_51cc67e1aaa64d1abb476950e8b2996c.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *