💫 *ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર* દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, અને વેચાણ કરતા અટકાવવા સારૂ અને ગુજરાત રાજ્યને નશા-મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ હોય, જે અનુસંઘાને *શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ ભાવનગર* તથા *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* નાઓએ અમરેલી જીલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા અને NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમો વિરૂધ્ધ પી.આઇ.ટી. NDPS એક્ટ ૧૯૮૮ *(The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988)* મુજબની *PIT* દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
💫 જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* નાઓએ *એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* ને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. *પો.સ.ઇ.શ્રી એમ.એમ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* દ્વારા NDPS એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ *PIT, NDPS* એક્ટ ૧૯૮૮ *(The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988)* મુજબનાં જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી વ્યવસ્થિત દરખાસ્ત તૈયાર કરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી* મારફતે *પોલીસ મહાનિદેશક સાહેબ શ્રી, સી.આઇ.ડી.ક્રાઈમ, અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંઘીનગર* નાઓ તરફ મોકલતા મજકુર ઇસમની *PIT* દરખાસ્ત મંજુર થતા મજકુર ઈસમની સદરહું ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં વારંવાર ગુન્હા આચરતાં ઈસમને અટકાયતમાં લઇ ખાસ જેલ ભુજ-પાલારા, ખાતે રવાનાં કરવામાં આવેલ છે.
*PIT NDPS અન્વયે અટકાયત કરેલ ઈસમ*ઃ-
1️⃣સલીમભાઇ રહેમાનભાઇ મન્સુરી, રહે.જાફરાબાદ, સરકારી હોસ્પિટલ સામે, નેસડી મહોલ્લા, તા.જાફરાબાદ, જી.અમરેલી.
💫આમ, *શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ ભાવનગર* તથા *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ *એસ.ઓ.જી. પો.સ.ઈ., એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* દ્વારા *PIT NDPS,* અધિનિયમ ૧૯૮૮ કલમ-૩ની, પેટા કલમ-૧, હેઠળ એક ઈસમની અટકાયત કરી ભુજ-પાલારા, ખાસ જેલ હવાલે કરવામાં સફળતા મળેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


