Gujarat

પૂણેમાં ૧ ફેબ્રુઆરીથી શાળા અને કોલેજાે ખુલી રહી છે ઃ અજીત પવાર

પુણે
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ૨૩ જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી હતી. જાે કે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને તેમના જિલ્લા સંબંધિત મામલામાં ત્યાં શાળાઓ ખોલવી કે નહીં તે નક્કી કરવાની સત્તા આપી છે. આ રીતે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે પુણેમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં૩૧ જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરતા અજિત પવારે કહ્યુ હતુ કે તેઓ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં શાળા-કોલેજ શરૂ કરવા અંગે ર્નિણય લેવામાં આવશે. ત્યારે હાલ સંક્રમણ ઘટતા શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે. આ અંગે અજિત પવારે જણાવ્યુ હતુ કે, ‘શાળા શરૂ થાય ત્યારે પણ વિદ્યાર્થીઓને શાળાએ આવવુ ફરજિયાત નથી. આ બાબતે માતાપિતાએ જાતે ર્નિણય લેવાનો રહેશે. ધોરણ ૧ થી ૮ સુધી શાળાઓ અડધો દિવસ શરૂ રહેશે. જ્યારે નવમા ધોરણથી આગળના વર્ગો માટે પૂર્ણ સમય શાળાઓ ચાલુ રહેશે.અજિત પવારે ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોના રસીકરણ પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યુ કે શાળાઓમાં જ ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મોબાઈલ વાન દ્વારા પણ આ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. પુણેમાં ૧ ફેબ્રુઆરીથી શાળા અને કોલેજાે ખુલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યુ કે, શાળા-કોલેજાેમાં જ ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અજિત પવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આ અંગે માહિતી આપી હતી. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીને શાળા કે કોલેજમાં મોકલવા કે નહીં તે વાલીઓએ નક્કી કરવાનુ રહેશે એટલે કે વાલીઓની સંમતિ વિના બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *