Gujarat

પેટ્રોલ નહિ મળે તેવી અફવાના લીધે મહેસાણામાં અફડાતફડી

મહેસાણ
મહેસાણા જિલ્લાના કડી અને વિસનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ત્યાંના નાગરિકો અચાનક પોતાના વાહનો લઈને મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર કોઈ ખોટી અફવાના કારણે ૪ દિવસ પેટ્રોલ નહિ મળે તેવી વિગતો કડીના લોકોને મળતા ત્યાંના સ્થાનિક નાગરિકો બાઈક, એક્ટિવા જેવા વાહનો લઈને કડીના પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શહેરમાં રોડ પર જ્યાં જુઓ ત્યાં લોકો પેટ્રોલ ભરાવવા પોતાના વાહનો સાથે નજરે પડ્યા હતા. જાે કે આ અફવા ક્યાંથી અને કેવી રીતે ફેલાઈ એ અંગે વિગતો પ્રકાશમાં આવી નહોતી. વિસનગર શહેરના નાયરા પેટ્રોલ પંપ ખાતે પણ બનવા પામ્યો હતો. જ્યાં આવતીકાલથી પેટ્રોલ પંપ ઉપર સ્ટોક નહીં આવવાની અફવા ફેલાતાં મહેસાણા રોડ ઉપર આવેલા નાયરા પેટ્રોલ પંપ ઉપર લોકો પેટ્રોલ ભરાવવા માટે દોડી આવ્યા હતી. કડીમાં એકાએક શહેરના કિશોર પેટ્રોલ પંપ પર વાહનોની કતારો લાગી હતી. જ્યાં પેટ્રોલ ભરાવવા આવતા એક ગ્રાહક રાકેશ પટેલે જણાવ્યું હતું કે લોકોએ અફવા ફેલાવી કે પેટ્રોલ હવે મળવાનું નથી, જેને લઇ અમે પેટ્રોલ ભરાવવા આવ્યા છીએ. હાલમાં કેશવ પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લાઈન લાગી છે. અગમ્ય કારણોસર અચાનક પેટ્રોલ પંપ પર ટ્રાફિક થઈ ગયો હતો. લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા આવી રહ્યા છે, જેનું કારણ અમને પણ ખ્યાલ નથી. લોકોમાં કોઈ અફવા ફેલાઈ છે, લોકો કહી રહ્યા છે કે એસ્સાર પેટ્રોલ પંપ બંધ છે, જાે કે અમારા ધ્યાને આવી કોઈ વિગતો આવી નથી.

Rumors-spread-that-petrol-would-not-be-available.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *