રાજકોટ
જેતપુરના પેઢલા પાસેની કેન્દ્રિય વિદ્યાલય પાસેના કોઝ-વે પર વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ સહિત લોકોના ફસાયા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાણીના પ્રવાહ ઘટવાની રાહ જાેતા ફસાયા હોવાનું સામે આવ્યું છે. પાણીના પ્રવાહમાં ફયાયેલ ઘણા જીવના જાેખમે પણ પસાર થયા હતા. અંદાજીત ૩૦૦-૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા જેના બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીના પ્રવાહ વધતા તંત્ર દ્વારા જેસીબી તેમજ ફાયર ટીમ બોલાવી બાળકો સહિતનાઓને આ કોઝ-વે પસાર કરાવવામાં આવ્યો હતો. જેતપુર નગરપાલિકાની ટીમ કેન્દ્રીય વિદ્યાલય પહોંચી હતી અને વિદ્યાર્થીઓને જેસીબી અને ફાયર ફાઇટરના લાયબંબામાં બેસાડી કોઝ-વે પસાર કરાવ્યો હતો. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા હતા. જેમાં ૩૦૦-૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં હતા. જાે કે હાલ તંત્રે વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરીને કોઝ-વે પસાર કરાવવામાં આવ્યો છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ શાળા ખાતે વળી સંમેલનમાં શાળા ખાતે ગયા હતા ત્યારે કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તંત્ર દ્વારા તેમને કોઝ-વે પસાર કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે વાલીઓએ જણાવ્યું હતું કે, આ રસ્તા પર મોટો પુલ ધરાશાયી થયો છે છતાં પણ તંત્ર દ્વારા આ સમસ્યાનું સમાધાન કર્યું નથી જેથી આ મુસીબત ઉદભવી છે.જેતપુરમાં સવારે અસહ્ય બફારા બાદ અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જેતપુર શહેર તેમજ આસપાસના ગામડાઓ પાણી પાણી થઇ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે શાળાએ આવન-જાવન માટેના કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ફસાતા તંત્ર દ્વારા લાયબંબામાં બેસાડીને કોઝ-વે પાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
