Gujarat

પેપર લીક કેસમાં પકડાયેલા વધુ બે આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા

ગાંધીનગર
ગુજરાતના પેપર લીક કાંડમાં અત્યાર સુધીમાં કુલ ૩૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૩૦ આરોપીઓ સબજેલમાં છે. પેપર લીક કાંડના શરૂ કરાયેલા ધરપકડના દોરમાં હજુ પણ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે. તેમજ રાજ્યના ગુહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સરકાર આ કેસમાં કોઇપણ આરોપીને છોડવા માંગતી નથી. તેમજ આ તમામ આરોપી વિરુદ્ધ સરકાર સખત કાર્યવાહી કરશે જેના લીધે ભવિષ્યના કોઇપણ વ્યક્તિ આ પ્રકારના કૃત્ય કરવા પૂર્વે વિચાર કરે. ૨૮ ડિસેમ્બરના રોજ હેડક્લાર્ક પેપર લીક કેસમાં સાબરકાંઠા પોલીસને વધુ એક સફળતા મળી હતી. જેમાં પોલીસે પ્રાંતિજ અને ઈડર તાલુકાના વધુ ૫ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલનો ભાઈ સંજય પટેલ ધાનેરાથી ઝડપાઈ ગયો હતો. જે ઉંછા ગામનો વતની છે. પોલીસે જે આરોપીઓને ઝડપ્યા હતા તેમાં સંજય પટેલ, અક્ષય પટેલ, વિપુલ પટેલ, પ્રકાશ પટેલ અને ધીમેન પટેલનો સમાવેશ થાય છે.ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં હજુ પણ પોલીસ બારીકાઈથી કેસની તપાસ કરી રહી છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે પૂછપરછ બાદ તેમની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ પોલીસ ધરપકડ કરી રહી છે. જેમાં પોલીસે હિમતનગરમાંથી બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રજનીકાંત પટેલ અને નરેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં બંનેને રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *