રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના પોરડા ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ હનુમાનજી મંદિરના પૂજ્ય ભંડારી દાદા ૮૫ વર્ષની વયે હરિનું અખંડ સ્મરણ કરતા-કરતા અક્ષરવાસ થયેલ છે તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમની અંતિમ સંસ્કાર વિધિ તારીખ ૪/૨/૨૦૨૨ ના રોજ બપોરે એક વાગે આતરોલી મુકામે રાખેલ હતી પૂજ્ય ભંડારી દાદાના દર્શન અર્થે ભાટેરા, વાસણા, વડથલ, આતરોલી, મહીસા તેમજ ખેડા જિલ્લાના ગામો ઉપરાંત અન્ય રાજ્યો અને બહારના દેશોમાંથી શ્રદ્ધાંજલિ ના સમાચાર મળી રહ્યા હતા મંદિરના કાર્યકર્તા બીપીનભાઈ પ્રભુદાસ પટેલ ના જણાવ્યા અનુસાર દાદાના દર્શન અર્થે ૨૦ હજારથી વધારે હરિભક્તો દોડી આવ્યા હતા આ પ્રસંગે સૌ હરિભક્તોનો સેવામાં લાલાભાઇ, આર.જે પટેલ તેમજ અન્ય હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા પોરડા મંદિરના આદ્યસ્થાપક સ્વામીએ મંદીર બનાવવામાં અનહદ મહેનત કરી હતી જેથી હરિભક્તોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી