પોરબંદર
પતિ વિરુદ્ધ ભરણ પોષણની રકમમાં વધારો કરવા પત્નીની ખોટી રજુઆત કરતી પત્નિ પોરબંદરમાં રહેતા પિયુષ ભીમાભાઈ શીંગરખીયાની સામે તેમના પત્નીએ પતિ-પત્ની વચ્ચેના મન-મોટાવને લઈને અગાઉ ભરણપોષણ મેળવવાની અરજી દાખલ કરેલી, જે અગાઉની અરજીમા કોર્ટે ભરણપોષણ ચુકવવાનો પતિની સામે રૂા.૧૫,૦૦૦ હુકમ ફરમાવેલ હતો. જે હુકમમાં વધારો કરાવવા પીયૂષની પત્નીએ કોર્ટ સમક્ષ ૨૦૨૧માં અલગથી અરજી દાખલ કરેલી હતી. જે અરજીમાં ખોટી રીતે ભરણપોષણની રકમમાં વધારો મેળવવા માટે કોર્ટમાં તેની પત્ની દ્વારા ખોટુ સોગંદનામંઅ કરેલું હતું અને અરજીમાં ખોટી હકીકતો જણાવેલી હતી. જે અંગે પીયુષ તરફે એમ.જી. શીંગરખીયા, એન.જી.જાેષી વકીલ દ્વારા પરણીતાની તમામ શંકાસ્પદ હકીકતો બાબતે ઉલટ તપાસ કરી હતી, જેમાં સાચી અને વાસ્તવિક હકીકતો કોર્ટમાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ઉજાગર કરવામાં આવતાં પીયૂષની પત્ની દ્વારા સોગંદ ઉપર કોર્ટમાં ખોટી જુબાની આપવી અને ખોટા પુરાવા રજૂ કરવામા આવતા પતિ પીયુષ દ્વારા તેમની પત્ની સામે ધોરણસરની કાર્યવાહી કરી ફોજદારી ગુન્હો નોંધવાની વિનંતી કરવામાં આવેલી હતી. બાદ કોર્ટે રેકર્ડ ઉપરની હકીકતો તથા બન્ને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઈ પીયૂષની પત્ની દ્વારા જાણીબુજીને ખોટી હકીકતોને સાચા તરીકે દર્શાવેલાનું ફલીત થતાં ફેમિલી કોર્ટે પરણીતા સામે લાગતા વળગતા પોલીસ મથકે ધોરણસર ગુન્હો નોંધાવવા અને કાર્યવાહી કરવા હુકમ ફરમાવેલ છે. આ ચુકાદો પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત બનવા પામેલ છે.