Gujarat

પોરબંદરમાં ધારાસભ્યને ફેસબુક પોસ્ટ પર મારી નાખવાની મળી ધમકી, ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની કરી અટકાયત

પોરબંદર
પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાને જાનથી મારી નાખવા અંગે ધમકી મળતા શહેરભરમાં ભારે ચકચાર મચી ગયો છે. ધારાસભ્ય બાબુ ભીમા બોખીરીયાએ શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કે આંબારા ગામના શખ્સે સોશિયલ મીડિયા મારફતે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ ૦૪/૦૮/૨૦૨૨ પહેલા કોઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, જેમાં આરોપીએ પોતાની લાખંસી દેવા ઓડેદરા નામની ફેસબુક આઈડીમાં ધારાસભ્યના નામની અભદ્ર ભાષામાં પોસ્ટ મૂકીને ફરિયાદી ધારાસભ્ય બાબુ બોખીરીયાનો પ્રોગ્રામ કરી નાખવો એટલે કે મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપવાને લઈને ફરિયાદ નોંધાયા બાદ આરોપી લાખણશી દેવા ઓડેદરા નામના શખ્સની કમલાબાગ પોલીસે અટકાયત કરી છે.આરોપી લાખણશી દેવા ઓડેદરા વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ૧૧૨૧૮૦૦૯૨૨૦૪૩૯/૨૨ આઈપીસી કલમ ૫૦૪,૫૦૭ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *