પોરબંદર
પોરબંદર જિલ્લાની વિવિધ બેંકો તા. ૧૨ જુન સુધી ખાસ ઝુંબેશ હાથ ધરશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે ક્રેડિટ ધિરાણ કર બેંન્કિંગ સંસ્થાઓ તથા સરકારની અમલીકરણ એજન્સીઓના સંકલનથી તા. ૬ થી ૧૨જુન સુધી ઝુંબેશના ભાગરૂપે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્યએ લાભાર્થીઓને ચેક વિતરણ કરી શુભેચ્છા પાઠવવાની સાથે લોન યોગ્ય સમયમાં ભરપાઇ કરવા અપીલ કરી હતી.આ તકે ઉદ્યોગ સાહસિકે ગૃહ ઉધોગમાં પડેલી તકો તથા સોશ્યલ મીડિયાનો ઉપયોગ બિઝનેશ આઇડીયા કરવા અપીલ કરવાની સાથે લાભાર્થીઓ પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.લીડ બેંક સેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પોરબંદર દ્રારા સરકારની વિવિધ યોજનાકીય તથા ખાનગી લોન અંગે પોરબંદર બિરલા હોલ ખાતે ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે ૩૦૦ જેટલા લાભાર્થીઓને રૂપિયા ૩૦ કરોડની લોનનાં મંજુરીપત્રક- ચેક વિતરણ કરાયા હતા.
