Gujarat

પોલિટેકિનકના સિક્યોરિટી ગાર્ડે વિદ્યાર્થીને ઝાપટ મારતા વિવાદ

ભરૂચ
ભરૂચના કેલોદ ગામે રહેતો ૧૭ વર્ષીય રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ જાદવ શહેરની કે. જે. પોલિટેક્નિક કોલેજમાં ઇલેક્ટ્રીકલ બ્રાન્ચમાં પ્રથમ વર્ષમાં અભ્યસ કરે છે. મંગળવારે તે નિત્યક્રમ મુજબ કોલેજમાં ગયો હતો બપોરના સવાબાર વાગ્યાના અરસામાં તે કોલેજ કેમ્પસમાં બેઠો હતો. તે વેળાં ત્યાં ફરજ બજાવતો કોલેજનો એક સિક્યુરિટી ગાર્ડ તેની પાસે આવી પહોંચ્યો હતો. તેણે રવિરાજસિંહને ક્લાસમાં જવા કહેતાં રવિરાજે તેને બાદમાં જઉ છું તેમ કહેતાં ગાર્ડે તેને તાત્કાલિક ત્યાંથી ઉઠી જવા અને ક્લાસમાં જવા કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થતાં સિક્યુરિટી ગાર્ડે તેને અપશબ્દો ઉચ્ચારતા મામલો ગરમાતાં ગાર્ડે આવેશમાં આવી જઇ તેને તમાચા ઝીંકી દીધાં હતાં. ઘટનાને પગલે અન્ય સિક્યુરિટી ગાર્ડસ તેમજ છાત્રો ત્યાં એકત્ર થઇ જતાં તેમણે સિક્યુરિટી ગાર્ડને ત્યાંથી દુર ખસેડ્યો હતો. ઘટનાની જાણ ભરૂચ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તીર્થરાજ બપોદરા અને ભરૂચ જિલ્લા દ્ગજીેંૈં ના પ્રમુખ યોગી પટેલ, નેશનલ કારોબારી સભ્ય નિલરાજ ચાવડા,કેમ્પસ પ્રમુખ હર્ષ પરમારને થતા જ તેમણે કોલેજ ખાતે પહોંચી કોલેજના પ્રિન્સિપાલ સાથે બેઠક કરી ગાર્ડને તાકીદે સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ઘટનાને પગલે એનએસયુઆઇના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તીર્થરાજ બપોદરા અને ભરૂચ જિલ્લા દ્ગજીેંૈં ના પ્રમુખ યોગી પટેલ તેમજ તેમની ટીમે પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરી હતી. જેમાં પ્રિન્સિપાલે તેમને બાંહેધરી આપી હતી કે, તેઓ ગાર્ડ સામે કાર્યવાહી કરશે. સસ્પેન્શનનો અધિકાર તેમને ન હોઇ તે માટેની પ્રોસેસ પણ તેઓ દ્વારા કરવામાં આવશે.ભરૂચની કે. જે. પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતો એક છાત્ર કેમ્પસમાં બેઠો હતો. તે વેળાં કોલેજના એક સિક્યુરિટી ગાર્ડે તેને તું અહીં કેમ બેઠો છે, ક્લાસમાં જતો રહે તેમ કહીં ઠપકો આપતાં છાત્રએ બાદમાં જવાનું કહેતાં ગાર્ડે તેને અપશબ્દો ઉચ્ચારતા મામલો ગરમાયો હતો. બન્ને પક્ષે તુતુમેંમેં થતાં ઉશ્કેરાયેલાં સિક્યુરિટી ગાર્ડે તેને તમાચા ઝીંકી દીધાં હતાં. ઘટનાને પગલે વિવાદ સર્જાતાં એનએસયુઆઇની ટીમે પ્રિન્સિપાલ સાથે બેઠક કરી સિક્યુરિટી ગાર્ડને તાકીદે સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. બનાવમાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

The-security-guard-slapped-him.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *