અમરેલી,(ક્રાઇમ રિર્પોટર અવધ ટાઇમ્સ)
અન્ય સરકારી કર્મચારીઓમાં પગાર ધોરણના મામલે પોતાનો જીવ જોખમમાં મુકી કામ કરતા રક્ષક એવા પોલીસનેે અપેક્ષા કરતા ઓછો પગાર વધારો થયો છે છતા શિસ્તબધ્ધ એવા પોલીસના પગાર વધતા અમરેલી હેડકર્વાટરમાં મો મીઠા કરાવાયા હતા અને ફિકસ પગારી એલઆરડી બહેનોએ ગરબા લીધા હતા તથા આતીશબાજી કરાઇ હતી.
આ અંગેની માહીતી આપતા હેડ કર્વાટર ડીવાયએસપીશ્રી ભાવેશ જાદવે જણાવેલ કે,વાર્ષિક 550 કરોડ ની રકમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ફાળવી છે અને પોલીસનો વાર્ષિક 52 હજારથી 96 હજાર સુધીનો પગાર વધારાયો છે.
ફીકસ પગાર એલઆરડીના વર્ષે 251100/- હતા તે વધારીને 347250/- કરાયા છે તથા પોલીસ કોન્સ્ટેબલના 363660/- હતા તે વધારી 416400/- કરાયા છે અને હેડ કોન્સ્ટેબલનો પગાર 436654/- હતો તે 495394/- થયો છે અનેએએસઆઇનો પગાર 519354/- હતો તે વધારી 584094/- કરવામાં આવ્યો છે જે અંર્તગત પોલીસ હેડ કવાટર્ર ખાતે પોલીસ કર્મચારીઓએ મો મીઠા કર્યા છે અને બેન્ડવાજા સાથે ગરબા લઇ ફટાકડા ફોડી આનંદ વ્યકત કર્યો છે.આ પ્રસંગે ડીવાયએસપીશ્રી જગદીશસિંહ ભંડારી તથા આરપીઆઇ શ્રી એસ.એચ. ખમલ તથા સીટી પીઆઇ શ્રી મહેશ મોરી ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


