આલેખ
શીર્ષક ‘પોલીસ’ એક સુંદર શબ્દ –
લેખિકા સ્નેહા ( ઉર્ફે શોભના ) દુધરેજીયા પોરબંદર
ગિરગઢડા તા 10
ભરત ગંગદેવ.
જયારે પોલીસની નોકરી મળે છે ને ત્યારે જે આનંદ થાય છે ,એક જુનુન હોય છે.એક જોશ હોય છે,દેશ ની સેવા અને દેશના લોકો ના રક્ષણ પ્રત્યે નો.
જયાં સુધી જીવન છે ત્યા સુધી કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવ્યા જ કરે છે.આવા નાનામોટા પડાવ જીવનમાં આવ્યા જ કરે છે પણ કયારેક એવુ થઈ જાય છે કે એને ભુલવુ ખુબ અઘરુ બની જાય છે જીંદગી ભર ખુચે છે એ તકલીફ ખૂબ દર્દનાક હોય છે. કયારેક તો માણસો ડિપ્રેશના શિકાર બનિ જાતા હોય છે. ધણીવાર આત્મવિશ્વાસ ટુટતો જાય છે અને આત્મહત્યા સુધીનુ લોકો વિચારી લે છે.એક ટાઇમ એવો આવે છે કે જિંદગીએ આપેલા જખ્મો ભરાઇ જાય છે.આવી પરિસ્થિતિમાંથી નિકળી આગળ વધે એ માણસ દુનિયા જીતી લ્યે છે.
તમને ખબર છે જયારે કોઈ માણસ ખાખી પહેરીને ઉભો હોય ને તો એને પોતાની લાગણીઓને નેવે મુકવી પડે છે.કોઇપણ જાતની લાગણીઓ અથવા તો કોઇ વસ્તુ પ્રત્યેનો જે લગાવ હોય છે એ મુકવો પડતો હોય છે અને ફક્ત પોતાની જવાબદારી અને કર્તવ્ય ને યાદ રાખવો પડે છે.આ કાંઇ સહેલુ નથી સાહેબ..પાણીમાં રહીને પણ પલળ્યા વગર રહેવા જેવી જ વાત છે.જયારે આખી દુનિયા હોળી દિવાળી,નવરાત્રી જેવા તહેવારો મનાવતા હોય છે ત્યારે પોલિસ જવાનો પોતાની ફરજ નોકરી પર રહીને નિભાવતા હોય છે.પોલીસ જવાનો ના બધા તહેવારો એમની નોકરી જ છે એમ જ માનવુ પડે છે.
તમે જોયા હશે એવા પોલિસ જવાનો રસ્તા પર કે કોઈ બંદોબસ્તમાં રાત હોય કે દિવસ હોય તડકો હોય કે છાયો પોતાને સોંપેલી જગ્યા પર તમને તેઓ નોકરી કરતા નજરે ચડતા જ હોય છે. કયારેય વિચાર આવ્યો હશે કોઇને કે એ નોકરી કરતો પોલીસ પણ માણસ જ છે. જયારે પાંચ મિનિટ પાણી વગર ન ચાલે ત્યારે પોલીસ જવાનો ખડેપગે નોકરી કરતા હોય છે.
ઘરમાં જયારે કોઇના લગ્ન હોય તો આપણે એક વર્ષ પહેલાંથી જ તૈયારી શરુ કરી દેતા હોય છીએ પણ કોઈ પોલીસ જવાનને પોતાના લગ્ન હોય તો પણ રજા જલ્દી મળતી નથી લેવી પડે છે.એ મળેલી રજાઓ મા જ પોતાના બધા કામ પુરા કરવા પડે છે. તેઓના બાળકોને આપવાનો સમય એ દેશની જનતાની રક્ષામા આપે છે.
પોલીસની નોકરી કરતા વ્યક્તિ ને પણ પોતાનો પરિવાર સામાજિક કાર્યો બધુ હોય જ છે. છતા તેઓ પોતાની જવાબદારીઓ માંથી પીછે હઠ કરતા નથી “ખાખી” પહેરનાર જ નહી એમના ઘરના લોકો પણ જબરા હોય છે. કયારે પોતાના પરિવાર વગર કઈ કરવુ પડે તો જે અનુભવ થાય એવા અનુભવો રોજ કરવા પડે છે.લાગણી શબ્દ ને દફનાવો પડે છે સાહેબ
જયારે કોઇ પોલીસ જવાન પુરુષ હોય ત્યારે તેઓના ઘરની બધી જવાબદારી એમની પત્નીઅો સંભાળી લેતી હોય છે. પણ જયારે પોલીસ જવાન કોઇ મહિલા હોય તો તેનુ બાળક મનમાં કહેતુ હશે કે મારી મમ્મી તો પોલિસ છે મારી મમ્મી ખુબજ મજબુત છે. આમ જ એમના બાળકો મોટા થઇ જાય છે. કહેવાનો મતલબ એ કે પોલીસ જવાન જ નહી એમનો આખો પરિવાર મજબુત હોય છે.
આ તો સાહેબ…કહેવાય કે મજબુત છે પણ એક વાર લાગણીઓ નેવે મુકીને તો જુઓ…અને ગમે તેટલા મજબુત હોય પણ છે તો માણસ જ ને.કોઇવાર જો કોઇ શોધવા નીકળેને તો
એમની અંદર પણ એક સામાન્ય માણસ જ મળે છે.
આ ખાખી નો રંગ જેટલો ઘાટો છે એટલો જ ઘાટો રંગ જવાબદારીઅોનો હોય છે વાત ખાલી નોકરી ની નથી વાત એ છે કે આ નોકરી કરવામાં હિમ્મત જોઈએ . ભરોસો જોઇએ પોતાની જાત પર. એક વિશ્વાસ જોઇએ કે હુ મારી બધી જવાબદારી કર્તવ્યથી પીછે હઠ નહિ કરુ.પોતાની જાતને તોડીને પણ બીજાને જોડવા પડે છે આ બધુ હોવા છતા એક પોલીસ જવાનનુ જીવન સંઘર્ષ થી ભરેલું હોય છે. પોલીસને કોઈ ચહેરો જાણીતો હોતો નથી છતા તેઓ બધાની રક્ષા માટે ઉભા હોય છે.
જયારે કોઇ મહિલા પોલીસ જવાન ઘરે પહોંચે ત્યારે મહિલા પોલીસ જવાનના બાળકો વિચારતા હશે કે મારી મમ્મી ના કામના કલાકો નક્કી નથી હોતા જો નક્કી હોત તો હુ પણ બીજા બાળકોની જેમ મારી મમ્મીના ખોળામાં આળોટુ મસ્તી કરુ ને જાજી બધી વાર્તાઓ સાંભળુ. જયારે હુ સુઇ જાવ ત્યારે મમ્મી નોકરી પરથી આવે છે. ઘણીવાર તો બાળકો પુછતા હશેને કયારે આવશો પપ્પા કે મમ્મી ? પણ આનો જવાબ બસ એક હાસ્ય જ હોય શકે
” કહેવાય છે કે રસ્તાઓ પણ જરુર થાકશે તમને દોડાવી દોડાવીને શરત બસ એટલી જ છે કે તમને તમારી જાત પર વિશ્વાસ હોવો જોઇએ ” આ વાક્ય સાર્થક કરે છે આ પોલીસ જવાન ની નોકરી.
“જય હિન્દ”

