Gujarat

પોલીસ કોન્સ્ટેબલ ની લેખિત પરિક્ષા ઓ માટે છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો સુરત જવા રવાના.

છોટાઉદેપુર જિલ્લા નાં પોલીસ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષા માટે ની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર અંતર્ગત જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા છેલ્લા અઢી મહિના જેટલા સમય થી રહેવા તથા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા સાથે મફત કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા જેઓને આવતી કાલે સવારે એટલે કે તારીખ ૧૦/૪/૨૦૨૨ નાં રોજ લેખિત પરિક્ષા યોજાનાર હોય અને છોટાઉદેપુર જિલ્લામાં થી તમામ ઉમેદવારો ને લગભગ સુરત ખાતે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવેલ છે જેથી આજરોજ સાંજે છ વાગ્યે મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલ પીપલેજ ખાતે તારીખ ૨૬મી જાન્યુઆરી થી કલાસીસ કરી રહેલા ૧૦૦ થી વધુ ઉમેદવારો ને બે એસટી બસ માં જાગનાથ મહાદેવ મંદિર પાસે થી સુરત જવા માટે રવાના કરવામાં આવ્યા હતા, આ સમયે બીરસા એજ્યુકેશન દ્વારા શરૂ કરવામાં આવેલ કોચિંગ ક્લાસમાં છેલ્લા અઢી મહિના જેટલા સમય થી ઉમેદવારો માટે સુંદર વ્યવસ્થા ઉભી કરવાના કાર્ય સાથે સંકળાયેલા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઇ રાઠવા, તથા સક્રીય સામાજિક કાર્યકરો વાલસિંહભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા, કાન્તાબેન ભાયાભાઈ રાઠવા, પ્રવિણભાઇ રાઠવા, માનસિંગ ભાઈ રાઠવા,  અલ્પેશભાઈ રાઠવા,બુધ્ધીલાલ રાઠવા સહિતના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી પરિક્ષાર્થે  જઇ રહેલા ઉમેદવારો ને ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
     વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા સંદિપભાઇ રાઠવા એ જણાવ્યું હતું કે  બીરસા એજ્યુકેશન ટીમ છોટાઉદેપુર તેમજ સેવા ભાવી સાથીઓ નાં સહયોગ થી છોટાઉદેપુર જિલ્લા ઉમેદવારો માટે સુરત ખાતે  નિઃશુલ્ક રહેવા તથા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220409-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *