મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો
સમગ્ર રાજ્યમાં અલગ અલગ સેન્ટરો પર પોલીસ ભરતી માટે દોડની કસોટી ચાલી રહી છે. ત્યારે આજે અમરેલીના પોલીસ હેડકવાર્ટર ખાતે પરીક્ષા દરમિયાન કરુણ બનાવ બન્યો હતો. દોડ સમયે જૂનાગઢનો એક ઉમેદવાર ઢળી પડ્યા બાદ મોત નિપજ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ ભરતી માટે હાલ રાજ્યમાં પ્રેકટિકલ પરીક્ષા યોજાઈ રહી છે. અમરેલીના પોલીસ હેડકવાર્ટર પર આજે પરીક્ષા ચાલી રહી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાનો રહેવાસી અમિત જોટવા નામનો ઉમેદવાર પણ સામેલ થયો હતો. અમિતે દોડ શરૂ કર્યા બાદ થોડી જ વારમાં તે ઢળી પડ્યો હતો. અમિતને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
દોડની પરીક્ષા દરમિયાન ઉમેદવારનું મોત થતા જિલ્લા પોલીસ વડા પણ દોડી આવ્યા હતા. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


