ભારતના ચૂંટણી પંચ ન્યૂ દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની સૂચના અનુસાર મતદારોના ચૂંટણી કાર્ડના જુના પી.વી.સી. કાર્ડની જગ્યાએ નવા સિકયોરીટી ફિચર્સવાળા ચૂંટણી કાર્ડની ડિઝાઇન નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૦૬-૦૧-૨૦૨૨ થી તા.૨૧-૦૭-૨૨૨ દરમ્યાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા મંજુર થયેલ તમામ ફોર્મ્સ માટેના ચૂંટણી કાર્ડ સંબંધીત મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા પોસ્ટ વિભાગને સુપરત કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના અરજદારોને ચૂંટણીકાર્ડ પોસ્ટ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ મારફત ઘર બેઠા મળી રહેશે.
મતદાર યાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા Voter Helpline Mobile App થી www.nvsp.in તથા www.voterportal.ECI.gov.in વેબસાઇટ દ્વારા ઘર બેઠા ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યની ઓફિશિયલ વેબસાઇટ https://ceo.Gujarat.gov.in/ પરથી આપ મતદારયાદીમાં આપનું નામ તથા વિગતો, મતદાન મથકોની વિગતો તેમજ મતદારયાદી લગત અન્ય તમામ વિગતો જાણી શકો છો. મતદારયાદી લગત અન્ય કોઈ સમસ્યા માટે ટોલ ફ્રી નંબર 1950 ઉપર સંપર્ક કરી શકાશે. ચૂંટણી કાર્ડ તેમજ મતદારયાદીને લગત તમામ માહિતી અંગે નિયમિત જાણકારી મેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, જામનગરના ફેસબુક પેજ, ટ્વીટર એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Deojamnagar) ને ફોલો કરવા માટે નાયબ જિલ્લા ચુંટણી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
