Gujarat

પ્રજા સુખ બિન આરામ નહીં.. ના મંત્રને સિદ્ધ કરતા ભાજપના કાર્યકર્તાઓ પાટનગર વાસીઓની સુવિધા અર્થે સરકારના વિકાસ કાર્ય માં સહયોગ કરતા હોય છે

 ગિરગઢડા
ભરત ગંગદેવ.

પ્રજા સુખ બિન આરામ નહીં.. ના મંત્રને સિદ્ધ કરતા ભાજપના કાર્યકર્તાઓ પાટનગર વાસીઓની સુવિધા અર્થે સરકારના વિકાસ કાર્ય માં સહયોગ કરતા હોય છે,તે અંતર્ગત રવિવારની રજાના દિવસે પણ ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.:૬ માં સમાવિષ્ટ સેક્ટર:૧૨/૧૩ ના પ્રવેશ પોઈન્ટ ઉપર ઘણા સમયથી ચાલતા રોડના કામના લીધે મોટા ખાડા પડી ગયા હતા એના લીધે પીક અવર્સમાં વસાહતીઓને આવન-જાવન માં ટ્રાફિક સમસ્યા સહિત ની મુશ્કેલીઓ પડતી હતી તે અંગે વોર્ડ ના મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રેમલતાબેન મહેરીયા તથા તેમના પતિ અને પૂર્વ વોર્ડ પ્રમુખ નિલેશભાઈ મહેરીયા સાથે મહાનગર ભાજપ સાંસ્કૃતિક સેલ સંયોજક અને વોર્ડના અગ્રણી વિનોદભાઈ ઉદેચા એ ચર્ચા વિચારણા કરતાં તેઓશ્રીએ તાત્કાલિક ધોરણે માટીના ટ્રક મંગાવી અને જેસીબી દ્વારા જમીન લેવલીંગ કરાવી તે સમસ્યાનો આજરોજ કાયમી નિકાલ કરાવતા તથા ગંદકી ન કરવા તથા ખોટી ભીડ નિર્વાણ લારી-ગલ્લાઓ વાળા ને સુચન કરી ને અમલ કરવા તાકીદ કરતાં સ્થાનિક રહેવાસીઓ તથા ફેરિયાઓ એ તમામ ને અભિનંદન પાઠવતા આભાર વ્યક્ત કરેલ.

IMG-20220109-WA0311.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *