Gujarat

પ્રતિક ગાંધીએ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે શેર કર્યુ

અમદાવાદ
થિયેટર ડ્રામાથી શરૂઆત કર્યા બાદ ફિલ્મ ‘બે યાર’થી ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર પ્રતિક ગાંધી ફેન્સ માટે એક સારા સમાચાર લઈને આવે છે. ‘સ્કેમ ૧૯૯૨’ બાદ હવે તેના ફેન્સ ફક્ત ગુજરાતી ઈન્ડસ્ટ્રી સુધી સિમીત નથી રહ્યા. તેમના લાઇટરે સમગ્ર એન્ટરટેઇન્મેન્ટ જગતમાં ધમાકો કરી નાખ્યો હતો. હવે તે ફરીથી પ્રતિક ગાંધી આપણને ફરી એક નવી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’માં જાેવા મળશે. જેનું ટ્રેલર તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે શેર કર્યુ છે. ફિલ્મ ૪ નવેમ્બરે થિયેટરમાં જાેવા મળશે. આમતો તમે સૌ કોઈ ‘વ્હાલમ’ નામથી પરિચિત હશો. વ્હાલમ એટલે જે આપણને ખૂબ વ્હાલુ હોય તેનું વ્હાલસોયું નામ. પણ વળી આપણે જે આપણને ખૂબ વ્હાલુ હોય તેને આપણે જતું રહેવા માટે શા માટે કહીએ? આ વાત તો તમે ફિલ્મ જાેઈને જ જાણી શકશો. પ્રતિક ગાંધી સાથે આ ફિલ્મમાં દિક્ષા જાેશી પણ જાેવા મળશે. પ્રતિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ટ્રેલર શેર કરવાની સાથે એક જાેરદાર કેપ્શન લખીને લોકોને આ ફિલ્મ જાેવા માટેનું આમંત્રણ આપ્યુ છે. કેપ્શનમાં લખ્યુ છે, ‘મૂરતિયો છે મૂડ વગરનો! કન્યા છે કામ વગરની! ફેમિલી છે મેળ વગરની! કોમેડી છે લિમિટ વગરની! આપ સૌને છે ભાવભર્યુ આમંત્રણ, સહપરિવાર “વ્હાલમ જાઓને” ફિલ્મ જાેવા થઈ જાવ તૈયાર!” પ્રતિકના લખેલા કેપ્શન પરથી લાગી રહ્યુ છે કે, દર્શકો ફિલ્મ જાેઈને હસી-હસીને લોટપોટ થઈ જવાના છે. જાેકે, ટ્રેલર જાેઈને પણ દર્શકો પોતાનું હાસ્ય કંટ્રોલ નથી કરી શકતાં. લોકોએ ટ્રેલર જાેઈને ખૂબ જ કોમેન્ટ દ્વારા પ્રતિકને અભિનંદન આપ્યા છે. સાથે જ ફની ઇમોજી કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્રેલરમાં પ્રતિક ગાંધી સતત માર ખાતો જાેવા મળી રહ્યો છે. દિશા સાથેનો તેનો મીઠો ઝઘડો પણ જાેવા મળે છે. બંને એકબીજાથી એટલા કંટાળ્યા છે અને તેમની કેમિસ્ટ્રી જાેઈને કોઈપણ તેમની હસી રોકી શકતા નથી. હવે ફિલ્મનાં નામ પ્રમાણે તેમના વ્હાલમ તેમની સાથે રહે છે કે છૂટા પડે છે તે ૪ નવેમ્બરે જ ખબર પડશે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *