Gujarat

પ્રદૂષણ ફેલાવવાની છૂટ આપી શકાય નહીં ઃ સુપ્રીમ કોર્ટ

અમદાવાદ
સાત જિલ્લાને સ્પર્શતી આ નદી રાજસ્થાનના ઉદેપુર તેમજ ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાંથી પસાર થાય છે. તેના આ સફરમાં વાકલ, સેઇ, હરણાવ, હાથમતી, વાત્રક અને મધુમતી જેવી ૬ નદીઓ તેના મુળ સ્થાનથી નિકળી સાબરમતી નદીમાં ભળી જાય છે.સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડકાઈ દાખવતા અમદાવાદ કોર્પોરેશનને કનેક્શનો કાપી નાખવાનો હુકમ કર્યો હતો. જે બાદ આ એકમોએ ગુજરાત હાઇકોર્ટમાં એકમો ફરી શરૂ કરવા તથા સુએઝ લાઇનમાં પાણી છોડવાની પરવાનગી માંગી હતી. જે માંગને ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ઔદ્યોગિક એકમોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જે સંદર્ભે સુપ્રીમ કોર્ટે પણ ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ સાબરમતી પ્રદુષણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે આ મામલે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા ઔદ્યોગિક એકમોની માંગને ફગાવી દીધી છે. પ્રદૂષણ ફેલાવવાની છૂટ આપી શકાય નહીં તેવું સુપ્રીમ કોર્ટનું અવલોકન કરતા આ અરજીને ફગાવી છે, જેથી ટેકસટાઇલ સહિતના એકમોને ફટકો પડયો છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ વૈભવી નાણાવટી ખંડપીઠે ૯૯ પેજનો હુકમ કર્યો હતો. જેમાં અમદાવાદ કોર્પોરેશનની એકમોના કનેકશન કાપી નાંખવાની કામગીરીને પડકારી હતી અને ફરીથી પાણી છોડવા દેવાની મજુરી આપવામાં આવે, તેવી માંગ કરી હતી. જાેકે વિગત અને લંબાણપૂર્વક અમદાવાદ કોર્પોરેશન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ઔદ્યોગિક એકમોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી હતી. બાબતે ગુજરાત હાઈકોર્ટે અગાઉ સાબરમતી નદીનાં પ્રદૂષણને મામલે એક કમિટી બનાવી હતી જે કમિટીના સભ્ય પ્રયાવરણ એક્ટિવિસ્ટ રોહિત પ્રજાપતિએ પણ કમિટી વચ્ચે સાબરમતી નદીના પ્રદૂષણ અને હકીકતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં તેમણે વાસણાથી લઈને ખંભાતના દરિયા કિનારા સુધીનો હિસ્સો મોટા પ્રમાણમાં પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એટલું નહિ હવે રિવરફ્રન્ટ તરફનો હિસ્સો પણ પ્રદૂષિત થઈ રહી હોવાની વાત કોર્ટ સમક્ષ કરી હતી. એવી સાબરમતી નદીની રાજસ્થાનના ઉદેપુરના ઢેબર લેકથી નીકળી અને ગુજરાતના અખાતથી મહાસાગરને મળતી આ નદી ૩૭૧ કિલોમીટર લાંબી છે. સાબરમતી નદીના ઉદ્દભવ સ્થાન વિશે જાણીને આપને નવાઇ લાગશે કે ઇ.સ.૧૬૮૭ થી ૧૬૯૧ વચ્ચે તે સમયના મહારાણા જયસીંહે ઢેબર લેકનું નિર્માણ કર્યું હતું. જે એશિયાની સૌથી મોટું કૃત્રિમ રીતે બનાવેલું મીઠા પાણીનું સરોવર છે. ૩૭૧ કિલોમીટર લાંબી આ નદી રાજસ્થાનમાં ૪૮ કિલોમીટરનું અંતર કાપી ગુજરાતમાં ૩૨૩ કિલોમીટરનું અંતર ખંભાતના અખાતમાં પૂર્ણ કરે છે.

The-Supreme-Court-rejected-the-application-of-the-polluting-units.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *