Gujarat

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ મારા વ્હાલસોયાને નવતર જીવન અપ્યું. લાભર્થી કજલી બેન રાઠવા

વિઓ:    સરકાર માને છે કે માત્ર સ્વસ્થ ભારત જ વૈશ્વિક સ્પર્ધામાં સફળ થઈ શકે છે. તમામ વર્ગના લોકોને પરવડે તેવી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, તાજેતરના વર્ષોમાં સરકાર દ્વારા પ્રાયોજિત અનેક આરોગ્ય યોજનાઓ રજૂ કરવામાં આવી છે. સાથે જ, સરકાર પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના પણ લઈને આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ નાગરિકોને આરોગ્ય વીમો પ્રદાન કરવા માટે આરોગ્ય સુરક્ષા યોજના છે. તે પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરવા માટે દર વર્ષે લાભાર્થીઓને ફેમિલી ફ્લોટર ધોરણે રૂ.પ લાખ સુધીનું વીમા કવરેજ આપે છે.
આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૩૫૮૪૦ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧/૦૪/૨૦૨૧ થી ૧૧/૦૫/૨૦૨૨ સુધીમાં ૯૩૭ લાભાર્થીઓને કુલ રૂ. ૧,૭૩,૮૬,૧૫૪/- જેટલી રકમની આરોગ્ય સેવા આપવામાં આવી છે. દેશ અને રાજયમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ગંભીર રોગો સામે લડવા અને ઉચ્ચ આરોગ્ય સેવાઓની પ્રાપ્તિમાં અગ્રેસર રહ્યા છે. અહીં આપ સૌની સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામે રહેતા કંજલીબેન રાઠવાની વાતો એમના
મોઢે જ હું આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી કંજલીબેન રાઠવા સલાહ આપ જણાવે છે કે, મારે પુરા માસે પ્રસુતિ થઈ અને માલિકની મહેરબાનીથી મારે ચાર દીકરીઓ પર એક જ દીકરો હતો અને આ બીજો પણ સાડા ત્રણ કિલોનો બાબો આવ્યો. પરંતુ બાળકના જન્મ સાથે જ તેને ગંભીર રૂપની ખેંચની બિમારી ચાલુ ! થઈ ગઈ. અમે બહુ જ ગભરાઈ ગયા. સ્થાનિક દાક્તરને બતાવ્યું તો તેમણે બાળકની ગંભીર બિમારી અંગે અમોને અવગત કર્યા તેમજ વધુ અને સઘન સારવાર માટે મોટા દવાખાને દિવાખાને લઇ જવાની આપી. સારવારના ભારે ખર્ચની જાણ થતાં ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા સામાન્ય આવકવાળા અમારા પરિવાર પર જાણે કે આભ ફાટ્યું એવી વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ. અમને અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તેમના સરકારશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાણ થઇ અને તાત્કાલિક તે કાર્ડ કઢાવી લીધું. લગભગ દોઢથી બે લાખ જેટલા સારવાર ખર્ચમાંથી અમે બચી ગયા અને અમારો દીકરો પણ હવે અને સારો છે. | તંદુરસ્ત
ઉપરાંત હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ પંદર દિવસ સુધી ઘરે વિશેષ કાળજી રાખવા માટે અમને માર્ગદર્શન
આપવામાં આવ્યું. ભલું થજો આપણા વડાપ્રધાનનું કે તેઓએ મારા જેવા વંચિત પરિવારો માટે આ મહામૂલી
અને જીવનસંજીવની જેવી યોજના અમલમાં મૂકીને મારા જેવા લાખો-કરોડો લોકો માટેનું હિતકારી પગલું ભર્યું.
આપણા રાજયની સરકારે અને જિલ્લાના વાહીવટીતંત્રની પણ આભારી છું કે તેઓએ અમને મોટા ખર્ચામાંથી
છું
બહાર કાઢીને મારા વ્હાલસોયાને નવતર જીવન આપ્યું. આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ઉચ્ચ વિશેષતાઓ સાથે અનેક લાભો પણ પ્રદાન કરી રહી છે. કોઈપણ સરકારી હોસ્પિટલ અથવા સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલમાંથી તેનો લાભ મેળવી શકાય છે, સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી (SECC) ૨૦૧૧ના ડેટા આધારે ગરીબ, વંચિત ગ્રામીણ પરિવારો અને શહેરી કામદારોના પરિવારો જરૂરિયાતમંદ છે. સહિત હૉસ્પિટલમાં આ યોજના દેશની લગભગ 40% વસ્તીને આવરી લે છે જેઓ ગરીબ અને સ્પટલમાં દાખલ થવા દરમિયાન લાભાર્થી દ્વારા તેના ખિસ્સામાંથી કરાયેલા તમામ ખર્ચને પણ આવરી લેવામાં આવે છે, હોસ્પિટલાઈઝેશન પહેલા અને પોસ્ટ પછીના સમયગાળા દરમિયાન થયેલ ખર્ચ આવરી લેવામાં આવે છે. ડે-કેર સારવાર ખર્ચ પણ યોજના દ્વારા આવરી લેવામાં આવે છે, પૂર્વ-અસ્તિત્વમાં રહેલી આરોગ્ય સ્થિતિઓને આવરી લે છે, દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે તેની ખાતરી કરવા માટે ૧૫ દિવસ સુધીના તબીબી પરીક્ષણો અને ફોલો-અપને ૫ પણ આવરી લેવામાં આવે છે.
નથી. આયુષ્માન ભારત યોજના એવા પરિવારો કે જેમાં ૧૬ થી ૫૯ વર્ષની વચ્ચેની વયના કમાઉ પુખ્ત સભ્ય પરિવારોનું નેતૃત્વ સ્ત્રી સભ્યો કરે છે, કામચલાઉ દિવાલા અને છત ધરાવતો એક જ રૂમ ધરાવતાં ઘરો, સ્ત્રી । જાતિ અને અનુસૂચિત પરિવારો કે જેમા જનજાતિ વર્ગોના પરિવારો, એવા । કે જેમાં વિકલાંગ સભ્યો હોય, જેમાં સક્ષમ ૧ સભ્યો ન હોય, ભૂમિહીન પરિવારો, નિરાધાર પરિવારો જે ભિક્ષા પર આધાર રાખે છે, બંધુઆ મજૂરી કરતા પરિવારો, આદિમ અને ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો આ ઉપરાંત શહેરી વિસ્તારમાં આ યોજના સ્ટ્રીટ વેન્ડર્સ, મોચી અને ફેરિયાઓ, ધરેલું કામદાર અને ભિખારીઓ, બાંધકામ સાઇટના કામદારો, પ્લમ્બર, મેસન્સ, ચિત્રકારો, વેલ્ડર અને સુરક્ષા રક્ષકો, ફૂલીઝ, સફાઈ કામદારો અને માળીઓ,પરિવહન કામદારો જેમ કે કંડક્ટર, ડ્રાઇવર, કાર્ટ ખેંચનાર અને અન્ય કારીગરો, ઘર-આધારિત કામદારો, હસ્તકલા કામદારો અને દરજી, ધોબી અને ચોકીદાર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક્સ, રિપેર કામદારો અને પટાવાળા, મદદગારો, દુકાન કામદારો વગેરે આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે.
આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ દેશભરના કરોડો લોકોના ઘરમાં આરોગ્ય વિષયક ‘Out of Pockets’ ખર્ચ ઘટાડીને નવા આશાના કિરણો થકી એક અલગ આભા ઉભી કરી નવતર જીવનશૈલી બક્ષી છે. જેના લીધે માનવ સંસાધનમાં કૌશલ્યપ્રદ વૃદ્ધિ થવા સાથે દેશને-જે વૈશ્વિક કક્ષાએ સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા રૂપે વિકાસની હરણફાળ ભરી રહયો છે- તેમાં ઇંધણ પૂરું પાડીને વિશ્વ ગુરુ બનવામાં આડે આવતા અવરોધો દૂર કરવામાં સહભાગી થશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.
અહેવાલ: ફારૂકઅહેમદ મેમન
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

27-05-2022_-pradhanmantr-jan-aarogy-yojna-labharthi-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *