હાર્દિક કાનાબાર પ્રાચી
ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તીર્થ ખાતે લાંબા સમયના વિરામ બાદ આજે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો ગરમીના બફરાબાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અડધી કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા વરસાદ થતાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ જોવા મળ્યો..