હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આજરોજ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા
દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમ જ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન કરી અને તેમને સન્માન કરવામાં આવ્યા હતા.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાચી ખાતે આવેલ કે.કે.મોરી હાઇસ્કુલ માં આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ વિશેની ખાસ માહિતી આપવામાં આવી હતી. સાથે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
આ આયોજન તાલુકા ભાજપ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીર સિંહ ઝાલા દ્રારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 42 બોટલ બ્લડ ડોનેટ થયું હતું જે જૂનાગઢ લાઈફ કેર બ્લડ ડોનેટ સેન્ટર ખાતે મોકલ્યું હતું મોદી સાહેબના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવા માટે ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના સદસ્ય રાજવીરસિંહ ઝાલા એ જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો પ્રસંગે સુત્રાપાડા નગરપાલિકાના માજી પ્રમુખ અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દિલીપસિંહ બારડ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રી ઓ અને વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


