હાર્દિક કાનાબાર પ્રાચી
હાલ ચાલી રહેલ ગણપતિ મહોત્સવ માં પ્રાચી છત્રપતિ શિવાજી નગર સોસાયટી ખાતે ગણપતિ સ્થાપના કરાઈ છે જેમાં કોમી એકતા નો નજારો જોવા મળ્યો હતો જેમાં છત્રપતિ શિવાજી નગર સોસાયટી માં રહેતા મુશલીમ પરિવાર પણ જોડાયો હતો અને સાથે રહી તૈયાર મળતી દુંદાળા દેવ ની મૂર્તિ સાથે શિવજી નગર માં રહેતા મોહિત ભાઈ યોગેશભાઈ ચૌહાણ ઉ વ 11વર્ષ એ શ્રદ્ધા પૂર્વક માટી અને ગોબર નો ઉપયોગ કરી અડધા ફૂટ ની ગણપતિ દાદા ની મૂર્તિ બનાવી ને સ્થાપના કરવામાં આવી હતી જેમાં શિવાજી નગર માં રહેતા મુશલીમ પરિવાર ઇબ્રાહિમભાઈ ગોહિલ નો પરિવાર પણ પૂજા અર્ચના અને આરતી માં સાથે જોડાયા હતા તેમજ કોમી એકતા સાથે ભવ્ય આયોજન કરાયું હતું જેથી દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું તેમજ આ ગણેશ મહોત્સવ ભાઈ ચારા ની ભાવના જોવા મળી હતી

