કુલ 55 બોટલ રક્ત એકત્ર થયું.
ગિરગઢડા તા 19
ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ… પ્રાચી તીર્થ ખાતે કાસ્ટ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર ઘંટીયા અને મદદગાર ફાઉન્ડેશન ના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ કારડીયા રાજપુત સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ કાંતિકારી સ્વામી મુક્તાનંદ બાપુ ના 64 જન્મદિન ઉજવણીના સદભૅ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પનું આયોજન કરાયું જેમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કૅમ્પની ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 55 બોટલ રક્ત એકત્ર થયું હતું આ રક્તદાન કેમ્પમાં આજુબાજુના વિસ્તાર ના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાસ્ટ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર ઘંટીયા ની ટીમ તથા પ્રમુખ શ્રી મીનાબેન જાદવ તથા એચ.ઓ.ડી મુકેશસિંહ ઝાલા તથા એચ.ઓ.ડી જગદીશસિહ પરમાર અને કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ રક્તદાન લાઈફલાઈન બ્લડ બેન્ક જુનાગઢ ખાતે જમા કરવામાં આવશે.
