Gujarat

પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન નેત્ર નિદાન કેમ્પ તથા દંતનિદાન કેમ્પ યોજાયો..

હાર્દિક કાનાબાર પ્રાચી
આંખના કુલ 230 દર્દીઓ એ લાભ લીધો અને 57 દર્દીઓને ઓપરેશન માટે લઈ ગયા. અને દંત નિદાન ના 23  દર્દીઓએ લાભ લીધો
પ્રાચી તીર્થ…. પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં  નેત્ર નિદાન કેમ્પ તથા દંતનિદાન કેમ્પ યોજાયો હતો આ નેત્ર નિદાન કેમ્પ ના દાતા મનુભાઈ ચૌહાણ માજી એસટી ડ્રાઇવર તથા વિચરતી જાતિ ના ચેરમેન તથા ડો.નયનાબેન રાવલીયા વેરાવળ તથા વજુભાઈ પરમાર ગોરખમઢી તથા અજાભાઈ સાંગાભાઇ બારડ તથા રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ ના સેવાભાવી ડૉક્ટરો  તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં  શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડોક્ટરએ આંખના  230 દર્દીઓને તપાસી 57  દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા તેમજ. દંત નિદાનના ડો.નયનાબેન રાવલીયા વેરાવળ એ 23 દર્દીઓએ તપાસ કર્યા હતા આ કેમ્પ ના દાતા તરફથી સૌના માટે ચા-પાણીની તથા સાદા ભોજન પ્રસાદ તથા ચા-પાણીની વ્યવસ્થા રાખેલ હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પરિજન તથા સેવાભાવી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી

IMG-20220219-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *