Gujarat

પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં તારીખ 18 ને શુક્રવાર ના રોજ સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન તથા દંત નિદાન કેમ્પનું આયોજન…

આવતા તમામ દર્દીઓને પોતાનું આધારકાર્ડ સાથે લાવવાનું છે.
   ગિરગઢડા
   ભરત ગંગદેવ..
 પ્રાચી તીર્થ.    પ્રાચી ખાતે  સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન તથાગત નિદાન કેમ્પ આગામી તારીખ 18  3  2022 ને શુક્રવાર ના રોજ  કોળી સમાજ ભવન પ્રાચી ખાતે રાખવામાં આવેલ છે.
જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરોતથા સ્ટાફ તથા દંત નિદાન ના ડોક્ટર નયનાબેન રાવલીયા વેરાવળ વાળા પોતાનુ યોગ્યદાન આપશે. આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ માં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને  રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ  નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આવનાર દર્દીઓને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા-પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે. દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત દરેક દર્દીને કોઇ પણ બીમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા પત્રકાર જાદવ ભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ મોબાઈલ નંબર 99 7 85 23182 પર સંપર્ક કરવા દર્દીઓને અનુરોધ કરાયો છે.
આ કેમ્પમાં આવતાં તમામ દર્દીઓને  માસ્ક પહેરવું, અને બે મીટરનું અંતર જાળવવા નું રહેશે અને સાથે આધારકાર્ડ લાવવાનું રહેશે…

IMG-20220313-WA0393.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *