હાર્દિક કાનાબાર પ્રાચી
જલારામ બાપા ની 223 મી જન્મજયંતી નિમિતે મોરબી જુલતા પુલ ની દુર્ઘટના ને ધ્યાને રાખી મહા આરતી, શોભા યાત્રા ભજન કીર્તન સહિત ના કાર્યક્રમ રદ કરાયા હતા
પ્રાચી તીર્થ ખાતે લોહાણા સમાજ દ્વારા પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 223 મી જન્મજયંતી ની સાદગી ભેર ઉજવણી કરવામાં આવી હતી લોહાણા સમાજ અતિથિ ભુવન ખાતે પ્રાચી લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની 223 મી જન્મજયંતી ઉજવાઈ હતી જેમાં મોરબી માં બનેલી જુલતા પુલ દુર્ઘટના ને ધ્યાને રાખી રંગોળી,મહા આરતી ,શોભા યાત્રા ભજન કીર્તન સહિતના કાર્યક્રમો રદ કરાયા હતા માત્ર સમૂહ પ્રસાદી નું જ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમૂહ પ્રસાદી ના દાતા શ્રી શાંતું ભાઈ બદીયાણી ને છાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ પ્રસંગે પ્રાચી તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારમાંથી લોહાણા સમાજ જોડાયો હતો અને મોરબી દુર્ઘટના માં મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલિ અપાઈ હતી


