હાર્દિક કાનાબાર પ્રાચી
આ કેમ્પ માં બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ લેતા કુલ 800 દર્દીઓ એ લાભ લીધો..
પ્રાચી તીર્થ….
પ્રાચી તીર્થ માં કોળી સમાજ ભવન ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા શ્રી સદગુરુ મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડ વૈદ નીદાન કેમ્પ યોજાયો હતો ત્યારે આ કેમ્પમાં અતિથિ વિશેષ જુનાગઢ અને ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા શ્રી કોળી સમાજના પ્રમુખ મેરામણભાઇ વાજા તથા મટાણા પાધેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ તેમજ બાબુભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય, તથા દેવશીભાઈ સોલંકી, આ કેમ્પ ના દાતા રમેશભાઈ ઝાલા ખોડીયાર એગ્રો પ્રાચી તથા તેમના પરિજનો તથા વજુભાઈ વાજા મહામંત્રી ગીર સોમનાથ ભાજપ તથા ધીરુભાઈ સોલંકી પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તથા પોલાભાઈ રાઠોડ ભવાની વાળા તથા ડોક્ટર શ્રી ઓ તથા ગાયત્રી પરિવારના પરિજનોનાદ્વારા દિપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો
જેમા ગાયત્રી પરિવાર ના વરિષ્ઠ કાર્યકર્તા જાદવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ચિંતન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં ચાપરડાની મુક્તાનંદજી બાપુ સ્થાપિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના ડોક્ટરો એ 390 દર્દીઓને તપાસ કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી અને શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડોક્ટર અલ્કેશભાઇ એ આંખના 320 દર્દીઓ ને તપાસી 92 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને હાર્ડવૈદ રવિરાજ ભાઈ એ હાથ,પગ,કમરના દુખાવાના 75 દર્દીઓ તપાસીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પ ના દાતા તરફથી સૌના માટે સાદા ભોજન પ્રસાદ ની તથા ચા-પાણીની વ્યવસ્થા રાખવામા આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પરિજનો તથા સેવાભાવી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.


