Gujarat

પ્રાચી તીર્થ ની સરસ્વતિ નદીમાંથી મહિલા ની લાશ મળી આવતા ચકચાર

 હાર્દિક કાનાબાર પ્રાચી
ઘરેથી ચાર દિવસ થી  ગુમ થયેલ મહિલા ની લાશ સરસ્વતી નદી માંથી મળી આવતા  ગામલોકો માં અરેરાટી જોવા મળી
પ્રાચી તીર્થ.
.સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આજે  સવારે 10 વાગ્યા ના સુમારે  પ્રાચી ખાતે આવેલ ગાયત્રી ધામ ના સરસ્વતી નદી કિનારે પાણી મા કોઈ વ્યક્તિનું મુતદેહ તરતો હોવાની સ્થાનિક લોકોની જાણ થઈ હતી સ્થાનિક લોકોએ તપાસ કરતાં મુતદેહ કોઇ મહિલા  નું હોવાનું જાણવા મળ્યું હતું આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતા  સરપંચ તેમજ આગેવાનો દોડી ગયા હતા અને આ ઘટનાની જાણ સુત્રાપાડા પોલીસ ને કરતા સુત્રાપાડા પોલીસ પીએસઆઇ હેરમા સાહેબ તથા તેની ટીમ ઘટના સ્થળ પર દોડી  આવી હતી
મળતી વિગત મુજબ  પ્રાચી થી પસાર થતી સરસ્વતી નદી માં આજ રોજ સવારે 10 વાગ્યા આસપાસ ગાયત્રી મંદિર પાસે થી પસાર થતી સરસ્વતી નદી કિનારે મહિલા ની લાસ તરતી દેખાતા ગામ લોકો એ સરપંચ ને જાણ કરતા સરપંચ ભરતભાઇ પરમારે સુત્રાપાડા પોલિશ ને જાણ કરતા સુત્રાપાડા ના પીએસઆઇ હેરમાં સહિત નો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ સ્ટાફ આવ્યા બાદ  મહિલા ની લાશ ને ગામલોકો ની  મદદ થી આ મહિલાની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તે મહિલા પ્રાચી  ની હોવાનું જાણવા મળતાં   જે (દેવીપૂજક)  શાંતિ બેન હોવાનું જાણવા મળ્યું હતું  વધુ વિગત માં  તે મૃતક મહિલા પ્રાચી ના રહેવાસી છે જે  શાંતિબેન વિજયભાઈ સોલંકી (દેવીપૂજક) ઉર્ફે શારદાબેન ઉંમર વર્ષ 30 છે જે  ચાર સંતાનો ની માતા છે જે પોતે  ચાર દિવસ થી ગુમ થયા હોઈ એવી ફરિયાદ મૃતક ના પતિ વિજયભાઈ કરશનભાઈ સોલંકી એ ગત તા 14,1,2022 ના રોજ સુત્રાપાડા  પોલિશ સ્ટેશને નોંધાવી હતી આજે ચાર દિવસ બાદ ગુમ થયેલ મહિલા ની લાશ મળી આવતા  ગામલોકો માં અરેરાટી જોવા મળી  હતી મૃતક  મહિલા ની લાશ ને પીએમ માટે  સુત્રાપાડા પોલીસે વેરાવળ સિવિલ હોસ્પિટલે  મોકલી વધુ તપાસ સુત્રાપાડા પીએસઆઇ હેરમાં એ હાથ ધરેલ છે.
મૃતક ની ફાઇલ તસ્વીર

IMG-20220118-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *