હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ માં પિતૃ કાર્ય કરાવવા માટે અવેલા પરિવાર માંથી એક અસ્થિર મગજ ના વૃદ્ધ વિખુટા પડ્યા હતા
પ્રાચી તીર્થ…
જાણવા મળતી માહિતી મુજબ ચાલી રહેલ પિતૃ માસ નિમિતે પ્રાચી તીર્થ માં બે દિવસ પેહલા તારીખ ૧૩/૧૧/૨૨ નાં રોજ જેતપુર ગામ નાં એક પરિવાર પ્રાચી તીર્થ ખાતે પિતૃકાર્ય માટે આવેલો જેમાં થી એક વૃદ્ધ નીલા ભાઈ મામપરા તેમના પરિવાર સાથે પ્રાચી પિતૃ કાર્ય કરવા આવેલ ત્યારે નીલા ભાઈ માનસિક અસ્થિર હોય તો તેના પરિવાર સાથે થી અલગ પડી જતા આ પરિવાર આ વૃદ્ધ નીલા ભાઈ ને ગોતવા નીકળતા આજુ બાજુ માં તેમજ નજીક ના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ કરી છતાં આ વિખુટા પડેલા વૃદ્ધ ના કાઈ સગડ ન મળતા તેમના પરિવાર એ આ ગુમ થયા ની સુત્રાપાડા પોલીસ માં ફરિયાદ આપેલ ત્યારે સુત્રાપાડા પોલીસ સ્ટેશન નાં સબ ઇન્સ્પેક્ટર સાહેબ આર. આર. ગળચર સાહેબ ની સૂચના અનુસાર પોલીસ સ્ટાફ કામે લાગેલા જે ગત રોજ તા. ૧૬/૧૧/૨૨ નાં ટીંબડી ગામ પાસે ચેક પોસ્ટ સ્ટાફ તેમની કામગીરી માં હોય ત્યારે તેમને પ્રાચી ૧૦૮ એમ્બ્યુલન્સ નાં કર્મચારી નરેશ ભાઈ દ્વારા માહિતી મળેલ કે પ્રાચી તીર્થ નજીક આવેલી શ્રી કૃપાલુ શેક્ષણિક સ્કૂલ નજીક એક અજાણ્યા વૃદ્ધ રસ્તા પર જોવા મળેલ છે તે દરમ્યાન પોલીસ સ્ટાફ ત્યાં જઈ યોગ્ય તપાસ કરતા આ જેતપુર ના પરિવાર માંથી વિખુટા પડેલા અસ્થિર મગજ ના વૃદ્ધ હોવાનું જણાતા નિલભાઈ ના પરિવાર ને જાણ કરતા નિલભાઈ નો પરિવાર આવી ઓળખાણ કરાવી એમના પરિવાર ને ભેટો કરાવી સુત્રાપાડા પોલીસ દ્વારા વધુ એક સરાહનીય કામગીરી દાખવી હતી
