ગિરગઢડા તા 24
ભરત ગંગદેવ.
પ્રાચી પ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઊજવણી કરાઈ હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરેક બાળકોને સારૂ શિક્ષણ મળે બાળકો ભણતરમાં શ્રેષ્ટ દેખાવ કરે તેવો પ્રાથમીક લક્ષ્ય છે, જેથી આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઊજવણીનું આયોજન કરેલ છે. જેમા ગુજરાત ભરમાં ૧૮,૦૦૦ જેટલા ગામડાઓની ૩૨,૦૧૩ સરકારી શાળાઓમાં પ્રવેશ પ્રક્રીયા માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રાચી ગામની પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા માટેના ૧૭માં શાળા પ્રવશોત્સવની શાનદાર ઊજવણી જિલ્લાસોમનાથ નાયબ કાર્યપાલ પેટા વિભાગ સુરેશ આર ચારલીયા. અરવિંદભાઈ મિસ્ત્રી પેટા વિભાગ વેરાવળ અને સ્કૂલના પ્રિન્સિપાલ રામસિંગ ભાઈવાળાદ્વારા દિપ પ્રાગટય કરીને શરૂઆત કરવામાં આવી હતી કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ આ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથજિલ્લામાં ઠેરઠેર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રાચીપ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ માટે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે પ્રવેશ આપીને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રથમ દ્વિતિય ક્રમે પાસ થયેલા વિધાર્થીઓને પેન બુક આપીને પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ ભુલકાઓને નોટબુક સહિતની શૈક્ષણીક કીટ આપી ઉત્સાહ વધાર્યો હતો. જેમા મોટી સંખ્યામાં બાળકોની હાજરી સાથે વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ પધારેલા મહેમાનોનુ પણ સ્વાગત કરાયુ હતું.
તેમજ આ પ્રસંગે પ્રાચી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ નામ નો થયેલો તેવા કાલવાણી અલી ભાઈ મહમદભાઇ નું સ્ટાફ સન્માન કર્યું હતું 55 પહેલા સ્કૂલમાં જેનું પહેલું નામ નોંધાવ્યું હતું તેવા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું
આ તકે ગીર સોમનાથ જિલ્લાના સુરેશ આર ચારલિયા અરવિંદભાઈ મિસ્ત્રી સ્કૂલના માજી પ્રિન્સિપાલ ચંદુભાઈ વ્યાસ કારડીયા રાજપૂત સમાજના અગ્રણી ધર્મેશ ભાઈ પરમાર વકીલ સાહેબ ગોવિંદભાઈ પરમાર પ્રાચી સ્કૂલના પ્રિન્સિપાલ રામસિંગભાઈ વાળા તથા પ્રાથમિક શાળા સ્ટાફ એમજ આંગણવાડી પ્રાચી બહેનો તથા પ્રાચીન ગામના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. સમ્રગ કાર્યક્રમને સફળ જહેમત ઉઠાવી હતી.


