અમદાવાદ
શહેરના દાણીલીમડામાં રહેતો ૩૦ વર્ષનો યુવક ડીલીવરી બોય તરીકે કામ કરે છે. આ યુવક પોતાના કામથી બાઈક લઈને રીવરફ્રન્ટ થઈને શાહીબાદ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સુભાષબ્રિજ નીચે આવેલા અમુલ પાર્લર પર તેણે પોતાના પિતાને અન્ય સ્ત્રી સાથે જાેયા હતા. આ મહિલા સાથે યુવકના પિતાના છેલ્લા ૧૫ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું યુવકે ફરિયાદમાં જણાવ્યું છે. જેના કારણે અવાર નવાર તેમણે ઘરમાં ઝઘડા થતા હતા. આથી યુવકે પોતાના મામાને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા. યુવકના મામાએ જ્યારે મહિલા અંગે પૂછ્યું તો તેના પિતાએ સ્ટાફના બહેન હોવાનું જણાવ્યું હતું. જેથી મામાએ યુવકને પૂછતા તેણે, આ પિતાની પ્રેમિકા હોવાનું જણાવ્યું હતું. આથી ગુસ્સે થયેલા પિતાએ જાહેરમાં જ પટ્ટો કાઢીને યુવકને મારવા લાગ્યા હતા. જેને બચાવવા તેના મામા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. જેમાં યુવકને માથાના પાછળના ભાગે ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેણે ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી હતી. આથી યુવકના પિતા મહિલાને એક્ટિવા પર બેસાડીને ત્યાંથી નીકળી ગયા હતા અને જતા જતા ઘમકી આપી હતી કે, ‘તમે સાંજે ઘરે આવો તમને બધાને હું જાનથી મારી નાખીશ.’ ઘટનાને લઈને પોલીસ ત્યાં પહોંચતા મામા અને ભાણેજને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં યુવક અને તેના મામાએ પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. રિવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે બેઠેલા પિતાને દીકરાએ જાેઈ લેતા ગુસ્સે થયેલા પિતાએ દીકરાને જાહેરમાં જ માર માર્યો હતો. જેમાં દીકરો ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેને બચાવવા વચ્ચે પડેલા સાળાને પણ બનેવીએ ફટકાર્યો હતો. આ મામલે બાદમાં દીકરાએ પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


