Gujarat

પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા માર્યા અને પછી પોતે ઝેર પીધું

રાજકોટ
વાંકાનેરના આરોગ્યનગરમાં પ્રેમીએ પ્રેમિકાને બોલાવી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી, પ્રેમિકાની હત્યા કરી યુવકે ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવા ભયથી યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. રીટા અને દેવરાજ કૌટુંબિક સંબંધી થાય છે, રીટા અગાઉ વાંકાનેરમાં જ દેવરાજની પાડોશમાં રહેતી હતી ત્યારથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતા, બાદમાં રીટા માતા અને ભાઇ સાથે ધમલપર રહેવા જતી રહી હતી, જાેકે પ્રેમીયુગલ સમયાંતરે મળતું હતું. રીટા અને તેની માતા ભાનુબેન શનિવારે લગ્નપ્રસંગે વાંકાનેર ગયા હતા, જ્યાં લગ્નપ્રસંગ હતો તે ઘરે રવિવારે દેવરાજ અને તેના પરિવારજનો પણ લગ્નમાં ગયા હતા, સાંજે રીટા અને દેવરાજ ગાયત્રીમંદિર પાસે મળ્યા હતા જ્યાંથી બંને બેભાન હાલતમાં મળ્યા હતા. બંનેના પ્રેમસંબંધને પરિવારજનો નહી સ્વીકારે તેવો ભય લાગતાં દેવરાજે પ્રેમિકા રીટાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. દેવરાજ બે ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા નંબરનો છે જ્યારે રીટા એક ભાઇની એકની એક બહેન હતી. સમગ્ર ઘટનાએ વાંકાનેરમાં ભારે ચકચાર જગાવી હતી. ઘટનાસ્થળેથી પોલીસને છરી અને મ્યાન પણ મળી આવ્યું હતું. બનાવ અંગે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.વાંકાનેરના આરોગ્યનગરમાં ગાયત્રીમંદિર પાસે રહેતો દેવરાજ જયંતીભાઇ માનસુરિયા (ઉ.વ.૨૦) અને વાંકાનેરના ધમલપરની રીટા રાજુભાઇ અંબાસણિયા (ઉ.વ.૧૮) રવિવારે સાંજે ૭ વાગ્યે વાંકાનેર ગાયત્રીમંદિર પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા, રીટા લોહિયાળ હાલતમાં હતી, જ્યારે દેવરાજે ઝેરી દવા પીધાનું ખુલ્યું હતું. બંનેને તાકીદે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ રીટાનું મોત નીપજ્યું હતું. રીટાના શરીર પર છરીના ઘા જાેવા મળ્યા હતા જ્યારે દેવરાજની હાલત નાજુક હોવાથી પોલીસ તેની પૂછપરછ કરી શકી નહોતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,

Drank-poison.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *