Gujarat

પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ-બોટલનો ઉપયોગ ન કરી પર્યાવરણ જતનમાં સહભાગી થવા પરિક્રમાથીઓને અનુરોધ

ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.૪-૧૨-૨૦૨૨ના રોજ મધ્યરાત્રીએ પ્રારંભ થવાનો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટે છે. આ સમગ્ર ગિરનાર પરિક્રમા ગીર અભયારણ્ય વિસ્તારમાં યોજાઈ છે. ત્યારે પર્યાવરણ જતન કરવાની સર્વે ભાવિકોની ફરજની સાથે અનિવાર્યતા પણ છે.

   આ સંદર્ભે કલેકટર શ્રી રચિત રાજે ગિરનાર પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પરિક્રમાથીઓને અપીલ કરી છે.

   ગિરનાર પરિક્રમા દરમિયાન પર્યાવરણની જાળવણી થાય તે ખૂબ અગત્યની છે. સાથે જ આ જંગલ વિસ્તારનું જતન કરવું તે દરેક નાગરિકની ફરજ પણ છે. તેના ભાગરૂપે જાહેર જનતાને પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ- બોટલ કે અન્ય કોઈપણ પ્લાસ્ટિક સાધન સામગ્રીનો ઉપયોગ ટાળી પર્યાવરણ જતનમાં સહભાગી થવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

    અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી કચેરી, ગાંધીનગરના આદેશ મુજબ પણ વન્ય પ્રાણી અભયારણ્ય – રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનો પેદાશ, ચીજ વસ્તુઓ, પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને પ્રવેશ કરવા તથા ફેકવા પર પ્રતિબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *