Gujarat

ફતેપુરાના ઈટાબારામાં પોલીસે ગાડીમાંથી ૨.૪૪ લાખનો દારૂ ઝડપ્યો, ચાલક ફરાર

દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરાના ઈટાબારા ગામેથી એલ.સી.બી. પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા. ૨,૪૪,૮૦૦ પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાેકે, પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો છે. રાત્રીના દાહોદ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી. તેના આધારે ઈટાબારા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરવામા આવી હતી. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. જ્યારે દુરથી પોલીસને જાેઈ ગાડીમાં સવાર ચાલક ગાડીમાંથી કુદકો મારી અંધારાનો લાભ લઈ નજીકના ઝાંડી ઝાંખરામાંથી પસાર થઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લીધી હતી. જે દરમિયાન વિદેશી દારૂની બોટલો નંગ. ૨૪૪૮જેની કિંમત રૂા. ૨,૪૪,૮૦૦ના પ્રોહી જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૪,૮૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *