ઊના – આલીદર ગામની ઓળખાણ હવે સિંહોના ઘરથી ઓળખાતી હોય તેમ રોજબરોજ સિંહની અવર જવર ગામની મધ્યમાં જોવા મળતી હોય છે. ત્યારે આલીદર-હરમડીયા રોડ પર આવેલ કોમ્પલેક્ષના પહેલા માળે વેદ ફર્નિચરનો શો રૂમ આવેલ હોય ત્યાં રાત્રીના સમયે વનરાજા પોહચી ગયા હોય અને ત્યાથી પસાર થતા યુવરાજસિંહ વૈશંએ વનરાજાની તસ્વીર તેમના મોબાઇલમાં કેદ કરી લીધેલ હતી.


