ઊના – ઇન્સપાયર એવોર્ડ MANAK 2021 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની કુલ 7 કૃતિ પસંદ થયેલ છે. 7 કૃતિ પૈકી ગીરગઢડાના ફાટસર શાળાની એક માત્ર કૃતિ પસંદગી પામેલ છે. ફાટસર શાળા દ્વારા ખૂંટ દર્શીતાબેન ઘનશ્યામભાઈ સ્માર્ટ આર્મી રોબોટનું મોડેલ આવનારા સમયમાં રજૂ કરશે. આ એવોર્ડ અંતર્ગત શાળાને 10000 ની રકમ કૃતિ તૈયાર કરવા માટે મળશે. દર્શીતાબેન જિલ્લા લેવલે ગીરગઢડા તાલુકાનું નેતૃત્વ કરશે. આ તકે શાળા પરિવાર વિદ્યાર્થી અને શિક્ષકને અભિનંદન પાઠવે છે.


