Gujarat

બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે છોટાઉદેપુર જિલ્લા પ્રા.શિક્ષક સંઘ અને સંયુક્ત મોરચા દ્વારા પેંશન બંધારણ અધિકાર દિવસની મનાવવામાં આવ્યો,

જૂની પેંશન યોજના લાગુ કરવા મુદ્દે આજે જ્યારે દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા મથક ઉપર પેંશન બંધારણ અધિકાર દિવસ તરીકે માનવામાં આવ્યો,જેમાં જિલ્લા -તાલુકા પ્રા.શિક્ષક સંઘ અને સંયુક્ત મોરચા દ્વારા રેલી યોજી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્ય ને આવેદન પત્ર પાઠવવાના ભાગ આયોજનના ભાગ રૂપે આજે છોટાઉદેપુર નગરમાં જીલા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ,ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ડિરેક્ટર મુકેશ પટેલની અધ્યક્ષતામાં નગરમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પાવર હાઉસ ચાર રસ્તા ઉપર સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યાર બાદ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાના કાર્યાલય ખાતે પહોંચી આવેદન પાઠવી જૂની પેંશન યોજના લાગુ કરવા સરકાર ને અનુરોધ કરવા અંગે વિનંતી કરી હતી,તો બીજી તરફ નારણ રાઠવાએ પણ જ્યારે રાજસ્થાનમાં જૂની પેંશન યોજનાને બહાલ કરવામાં આવી હોય તો ગુજરાતમાં પણ કર્મચારીઓની ભવિષ્યને ધ્યાને લઇ ગુજરાત  સરકાર પણ જૂની પેંશન યોજના લાગુ કરે તે માટે તેઓ પોતે પણ પોતાના લેટર પેડ ઉપર રાજ્ય અને કેન્દ્ર સરકારમાં આવેદન પાઠવી રજુઆત કરશે તેવી ખાતરી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220414-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *